એપોલો–૮ મિશનના પૂર્વ અવકાશયાત્રી અને સેવા નિવૃત્ત મેજર જનરલ વિલિયમ એન્ડર્સનું પ્લેન ક્રેશ થતા સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુ થયું હતું. વાસ્તવમાં તે જે પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા તે ક્રેશ થઈને પાણીમાં પડી ગયું હતું. તેઓ ૯૦ વર્ષના હતા. તેમના પુત્ર, નિવૃત્ત એરફોર્સ લેટનન્ટ કર્નલ ગ્રેગ એન્ડર્સે એસોસિએટેડ પ્રેસને તેમના મૃત્યુની પુષ્ટ્રિ કરી છે.
૧૯૬૮માં રિટાયર્ડ મેજર જનરલ વિલિયમે અવકાશમાંથી પહેલો 'અર્થરાઈઝ' ફોટો લીધો હતો જે ગ્રહને વાદળી માર્બલ (વાદળી રંગનો ફોટો) તરીકે દર્શાવે છે.વિલિયમ એન્ડર્સે આ ફોટો વિશે કહ્યું હતું કે આ ફોટો સ્પેસ પ્રોગ્રામમાં તેમનું સૌથી મહત્વનું યોગદાન હતું. આ ફોટો, અવકાશમાંથી જોવામાં આવેલો પૃથ્વીનો પ્રથમ રંગીન ફોટો છે અને આધુનિક ઇતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ ફોટાઓમાંનો એક છે કારણ કે તે માનવ ગ્રહને જોવાની રીત બદલી નાખે છે. પૃથ્વી અવકાશમાંથી કેટલી નાજુક અને અલગ દેખાય છે તે દર્શાવીને વૈશ્વિક પર્યાવરણીય ચળવળને વેગ આપવાનો શ્રેય પણ ફોટોને આપવામાં આવે છે.
વિમાનમાં એક જ પાઈલટ હતો
સાન જુઆન કાઉન્ટીના શેરિફ એરિક પીટરે જણાવ્યું હતું કે, લગભગ ૧૧:૪૦ વાગ્યે, એક અહેવાલ આવ્યો કે એક જૂનું મોડલ વિમાન જોન્સ આઇલેન્ડના ઉત્તરીય છેડા પાસે પાણીમાં ક્રેશ થયું અને ડૂબી ગયું. ફેડરલ એવિએશન એસોસિએશનના જણાવ્યા અનુસાર, તે સમયે બીચ એ૪૫ એરપ્લેનમાં માત્ર એક પાયલટ સવાર હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech