આગામી લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ને કમર તોડ ફટકો પડે તેવા સંકેત મળી રહ્યા છે કોંગ્રેસના નેતા રાહત્પલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવે તે પહેલા જ પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા કોંગ્રેસને બાય બાય કહે તેવા સંકેત મળી રહ્યા છે અને ભાજપનો કેસરિયો કેસ સી આર પાટીલના હસ્તે ધારણ કરે તેવી ચર્ચા એ જોર પકડું છે.
પૂર્વ કેન્દ્રીય રાય મંત્રી નારણભાઈ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે. મળતી માહિતી મુજબ રાઠવા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. કોંગ્રેસ માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે કારણ કે રાઠવાની ગણતરી મોટાગજાના નેતાઓમાં થાય છે. રાઠવા યુપીએ સરકારમાં રેલ્વે રાય મંત્રી હતા. તેમનો રાયસભાનો કાર્યકાળ તાજેતરમાં પૂરો થયો છે.
૬૭ વર્ષના નારણભાઈ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શઆત કરી હતી. તેઓ પાંચ વખત લોકસભાના સાંસદ હતા. રાઠવા ૧૯૮૯માં લોકસભા ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. આ પછી તેઓ ૧૯૯૧, ૧૯૯૬, ૧૯૯૮ અને ૨૦૦૪માં પણ ચૂંટણી જીત્યા હતા. તેઓ છોટા ઉદેપુરના સાંસદ હતા. તેઓ ૨૦૦૪ થી ૨૦૦૯ વચ્ચે યુપીએ–૧માં રેલ્વે ાય મંત્રી હતા.૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં રાઠવા ભાજપના રામસિંહ રાઠવા સામે ચૂંટણી હારી ગયા હતા. આ પછી તેમણે લગભગ ૧૦ વર્ષ સુધી કોઈ પદ સંભાળ્યું ન હતું. ૨૦૧૮માં કોંગ્રેસે તેમને રાયસભામાં મોકલ્યા. તાજેતરમાં જ તેમનો રાયસભાનો કાર્યકાળ પૂરો થયો છે.
એટલું જ નહીં ગુજરાતના દિગ્ગજ કોંગ્રેસી નેતા અહેમદ પટેલની પુત્રી પણ નારાજ હોવાનું કહેવાય છે. વાસ્તવમાં ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણી પર લગભગ સમજૂતી થઈ ગઈ છે. ગુજરાતની ભચ બેઠક આમ આદમી પાર્ટીને મળી શકે છે. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલને આશા હતી કે પાર્ટી તેમને અથવા તેમના ભાઈ ફૈઝલને ભચમાંથી મેદાનમાં ઉતારશે. પરંતુ કોંગ્રેસે આ સીટ આમ આદમી પાર્ટી માટે છોડી દીધી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech