એ.જી ચોક પાસે કારમાં ધસી આવેલા મુંજકાના પૂર્વ સરપચં જે.ડી અને તેના ભત્રીજાએ મળી ફોચ્ર્યુનર કારને રોકી કારમાં ધોકા વડે તોફડોડ કરી યુવાનને મારમાર્યેા હતો.મુંજકામાં જ રહેતા યુવાને પુર્વ સરપંચની હોટલ ભાડે રાખી હોય તેના હિસાબના બાકી પીયા બાબતેની માથાકૂટમાં આ હત્પમલો કરવામાં આવ્યો હતો.આ અંગે યુવાનની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
મુંજકા ચોકડી પાસે ડોકટર શ્યામાપ્રસાદ મુખરજી આવાસ યોજનામાં રહેતા જીતેશ નાગદાનભાઈ મકવાણા (ઉ.વ ૪૧) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુંજકા ગામના પૂર્વ સરપચં જયદેવ ઉર્ફે જેડી દેવરાજભાઈ જાદવ અને તેના ભત્રીજા નવઘણ વજાભાઈ જાદવના નામ આપ્યા છે.
જીતેશભાઈ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણે પાંચ વર્ષ પૂર્વે જયદેવભાઈ જાદવની હોટલ જે મુંજકા ચોકડી પાસે આવેલી હોય તે પિયા ૪૦ હજાર માસિક ભાડા પેટે રાખી હતી. અહીં તે ચા તથા ખાણીપીણીનો વેપાર કરતો હતો. ગત તા. ૧૩ ૯ ૨૦૨૪ ના જયદેવે કહ્યું હતું કે, તમે માલ વ્યવસ્થિત રાખતા નથી અને હોટલનું સરખું ધ્યાન રાખતા નથી જેથી કાલથી તમે હોટલ પર આવતા નહીં. બાદમાં યુવાને હોટલનો ધંધો બધં કરી દીધો હતો.
એકાદ માસ બાદ આ જયદેવે બાકી રહેલા ભાડાના પૈસા માટે ફોન કરતા યુવાન હોટેલે ગયો હતો યાં જયદેવ હિસાબ કરી પિયા ૧.૨૦ લાખ લેવાના થાય છે તેવું કહેતા યુવાને કહ્યું હતું કે મારે માત્ર . ૮૦,૦૦૦ તમને દેવાના બાકી છે અને હાલ મારી પાસે રોકડા પિયા નથી બાદમાં પૈસા આપવાનું કહી યુવાન અહીંથી નીકળી ગયો હતો. બે–ત્રણ દિવસ બાદ જયદેવનો ફોન આવ્યો હતો અને પૈસાની જર હોવાનું કહેતા યુવાને તાત્કાલિક પિયા ૪૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ પૈસાની સગવડ થતા વધુ પિયા ૨૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા.
હોટેલમાં યુવાને લગાવેલ સીસીટીવી કેમેરા અને મોટા ફ્રીઝ હોય તે લેવા માટે ફોન કરતા જયદેવ ગાળો દેવા લાગ્યો હતો જેથી યુવાને ગાળો દેવાની ના કહેતા ધમકી આપી કહ્યું હતું કે, તું મારી સામે કેમ બોલે છે હત્પં તારા ટાંટિયા ભાંગી નાખીશ તને જીવતો નહીં રહેવા દઉં.
દરમિયાન ગઈકાલ બપોરના યુવાન પોતાની ફોચ્ર્યુનર કાર નંબર જીજે ૩ એફડી ૬૧૦૦ લઈ ઘરેથી જાગનાથ લોટ જવા માટે નીકળ્યો હતો ત્યારે જયદેવનો ભત્રીજો શ્યામ જાદવ બાઇક લઇ પાછળ આવતો હોય જેથી યુવાનને શંકા જતા તેણે પ્રેમમંદિરવાળા રોડ પરથી એજી ચોક તરફ કાર ચલાવતા અચાનક સામેથી કિયા ગાડી આવી હતી જેથી યુવાને કાર ઉભી રાખતા આ ગાડીમાંથી ધોકા લઈને જયદેવ તથા તેનો ભત્રીજો નવઘણ ઉતર્યા હતા અને યુવાનની ગાડી પાસે આવી કાચમાં ધોકો મારી કાચ ફોડી નાખ્યો હતો. બાદમાં નવઘણે ગાડીનો દરવાજો ખોલી યુવાનને બહાર કાઢવાનો પ્રયત્ન કરી ધોકા વડે હુમલો કરતા તેને મુઢ ઇજા થઈ હતી આ સમયે આ બંનેએ યુવાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઝપાઝપીમાં યુવાને હાથમાં પહેરેલી સોનાની લકી કયાંક પડી ગઈ હતી.
યુવાન અહીંથી નીકળી ગોવર્ધન ચોક પાસે મિત્રની ઓફિસે પહોંચ્યો હતો. મિત્રને વાત જણાવ્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. બાદમાં યુવાને આ અંગે હોટલના બાકી રહેતા ભાડાના પૈસાની માંગણી બાબતે પૂર્વ સરપચં જયદેવ જાદવે ગાળાગાળી કરી તેણે તથા તેના ભત્રીજા મળી ધોકા વડે તેની ફોચ્ર્યુનર કાર માં તોડફોડ કરી ૩૦,૦૦૦ નું નુકસાન કયુ હોવાની આ ફરિયાદ નોંધાવી છે. આ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech