મારો દીકરો કિડનેપ થયો, પૂર્વ મંત્રીના કોલથી વિમાન અડધે રસ્તેથી પાછું વાળવું પડું
પછી ખબર પડી કે પરિવારથી નારાજ થઈ તાનાજી સાવંતનો દીકરો બેંગકોક જતો હતો
મુંબઈ
મહારાષ્ટ્ર્રના ભૂતપૂર્વ મંત્રી અને ધારાસભ્ય તાનાજી સાવંતે દાવો કર્યેા હતો કે તેમના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું છે. આ પછી, સમગ્ર પોલીસ પ્રશાસન દોડતું થયું હતું અને તાત્કાલિક ફરિયાદ નોંધી અને તેની શોધ શ કરી અને બેંગકોક જતું એક ખાનગી વિમાન અધવચ્ચે જ પાછું વાળવામાં આવ્યું. પાછળથી ખબર પડી કે કોઈએ દીકરાનું અપહરણ કયુ નથી પણ તે બેંગકોક જઈ રહ્યો હતો કારણ કે તે તેના પરિવારથી ગુસ્સે હતો.
શિવસેનાના ધારાસભ્ય તાનાજી સાવંતે દાવો કર્યેા કે તેમના ૩૨ વર્ષના પુત્ર ઋષિરાજનું કેટલાક લોકોએ અપહરણ કયુ છે. તેણે કહ્યું, અમે દિવસમાં ૧૦ થી ૧૫ વાર વાત કરતા હતા. તે કોઈને કહ્યા વિના ઘરેથી નીકળી ગયો હતો. અમે અમારા પરિવારને જાણ કર્યા વિના કયાંય જતા નથી. પણ તેણે કોઈને કહ્યું નહીં કે તે કયાં જઈ રહ્યો છે, તેથી અમે ચિંતિત થઈ ગયા.
ભૂતપૂર્વ મંત્રી દ્રારા કરવામાં આવેલ ઉતાવળિયા દાવાથી તત્રં દોડતું થયું હતું અને ઋષિરાજને શોધવાનું શ કયુ. ઋષિરાજ જયવતં શિક્ષણ પ્રસારક મંડળ અને ટીએસએસએમ ગ્રુપના ટ્રસ્ટી છે. સોમવારે સવારે જ તે તેના મિત્રો સાથે બેંગકોક જવા માટે ઘરેથી નીકળ્યો. સાંજે લગભગ ૪ વાગ્યે પોલીસને ફોન આવ્યો. તેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈએ ભૂતપૂર્વ મંત્રીના પુત્રનું અપહરણ કયુ હતું અને તેને કારમાં લઈ ગયો હતો. હકીકતમાં, તેના મિત્રોએ તેને કારમાં બેસાડો હતો.
કોલ મળ્યા બાદ સિંહગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. યારે પોલીસને ખબર પડી કે ઋષિરાજ બેંગકોક માટે ચાર્ટર્ડ લાઇટમાં ગયો છે, ત્યારે તેમણે ડીજીસીએ ના ડિરેકટરનો સંપર્ક કર્યેા. આ પછી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં વિમાનને પુણે પાછું બોલાવવામાં આવ્યું. સંયુકત પોલીસ કમિશનર રંજન કુમારે જણાવ્યું હતું કે, ઋષિરાજ પુણે પરત ફર્યેા છે. યારે પોલીસને પૂછવામાં આવ્યું કે અપહરણની પુષ્ટ્રિ કર્યા વિના આટલી ઝડપથી કેમ નોંધવામાં આવી, ત્યારે પોલીસે કહ્યું કે તપાસ માટે ફરિયાદ નોંધવી જરી છે.
પુણે પોલીસ કમિશનરે જણાવ્યું કે લાઇટ ચેન્નાઈ અને પોર્ટ બ્લેર વચ્ચે હતી. યારે અમે સંપર્ક કર્યેા, ત્યારે તેમને પાછા બોલાવવામાં આવ્યા. ઋષિરાજના પિતા તાનાજી સાવંતે પોલીસ કમિશનરેટને અનેક ફોન કર્યા. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ વાત કરી. આ પછી પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી. યારે ડ્રાઈવરે કહ્યું કે તેણે ઋષિરાજને એરપોર્ટ પર છોડી દીધો છે, ત્યારે આ માહિતી પોલીસને આપવામાં આવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech