ધારાસભ્ય પદથી રાજીનામું આપ્નારા કોંગ્રેસના વધુ નેતા આજે ભાજપમા જોડાશે. વિજાપુર બેઠક પરથી ધારાસભ્ય પદેથી ગત.તા.19 જાન્યુઆરીએ રાજીનામું આપ્નારા ડો.સી.જે.ચાવડા આજે ભાજપમાં જોડાવવા જઈ રહ્યાં છે. વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં સી.જે.ચાવડા તેમના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં સાંજે ચાર વાગે જોડાવા જઇ રહયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ચાવડા ભાજપમાં જોડાશે. બપોરે ચાર વાગ્યે વિજાપુરમાં ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હતા અને સી. જે ચાવડાની સાથે કોંગ્રેસના 10 મોટા આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા.
જેમા વિજાપુર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નાથાલાલ પટેલ ભાજપમાં જોડાશે. સાથે જ કોગ્રેસ પ્રદેશ મહામંત્રી વિજય પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા હર્ષદ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય વિનોદ પટેલ, વિજાપુરના પૂર્વ તાલુકા પ્રમુખ ચંદનજી ઠાકોર, કોંગ્રેસ તાલુકા સમિતિના પ્રમુખ દિનેશજી ચૌહાણ, કોંગ્રેસ આગેવાન વિનોદ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ પણ કેસરિયો કરશે. કોંગ્રેસના 10 મોટા આગેવાનો પણ ભાજપમાં જોડાશે.હાલ ચાલતી ચચર્િ મુજબ આગામી લોકસભાની ચૂંટણીમાં સી જે ચાવડાને લોકસભાની સાબરકાંઠાની બેઠક પર લડાવીને દિલ્હી લઈ જવાશે.
અત્રે નોંધવું જરૂરી છે કે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સમયે ડો.સી.જે.ચાવડાએ ભાજપ્ના ભરપેટ વખાણ કર્યાં હતા. મેં 25 વર્ષ સુધી મે કોંગ્રેસમાં સેવા કરી કોંગ્રેસ સામે કોઈ ફરિયાદ નથી, પાર્ટીએ મને ઘણું આપ્યુ છે, નરેન્દ્ર મોદીની દેશ અને દુનિયામાં લોકચાહના છે. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રનું મહત્વ વધાર્યુ છે. હું મોદીની વિકાસ યાત્રાનો વિઘ્ન બનવા માંગતો નથી.
કોણ છે.ડો સી, જે ચાવડા,???
ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે.
2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા. 2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચૂંટણી હાયર્િ હતા. ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે.તેમણે ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી હતી તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ પણ રહી ચૂક્યા છે. મહત્વનું છે કે, સી જે ચાવડા કોંગ્રેસમાં અનેક જવાબદારી સુપેરે નિભાવી હતી જેથી તેમને કોંગ્રેસ માટે સંકટમોચન ગણાતા હતા. પરંતુ આજે તેમને કોંગ્રેસને જ સંકટમાં મુકી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech