રાજકોટમાં ગત વર્ષે જુલાઈ માસમાં ટ્રકો ભરીને પકડાયેલા ૭૩ લાખના સિરપ કાંડમાં છેલ્લ ા છ માસથી પોલીસમાં ઓન પેપર વોન્ટેડ રહેલા રાજકોટ શહેર ભાજપના પૂર્વ અગ્રણી રૂપેશ નટવરલાલ ડોડિયા રહે.સ્વામિનારાયણનગર શેરી નં.૩ ૧૫૦ ફટ રિંગરોડની ક્રાઈમ બ્રાંચે વિધિવત ધરપકડ બતાવી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપી સાગરીતો સાથે મળી રાજકોટ ઉપરાંત અન્ય સ્થળોએ પણ નસીલા સિરપનો જથ્થો સપ્લાય કરતા હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે.
સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા ૭૩,૨૭,૫૦૦ની કિંમતનો પાંચ ટ્રક ભરીને નસીલા સિરપનો જથ્થો ક્રાઈમ બ્રાંચે ગત વર્ષે તા.૩–૭ના રોજ પકડી પાડયો હતો. આરોપીઓમાં શહેર ભાજપના પૂર્વ અગ્રણી ધર્મેન્દ્ર નટવરલાલ ડોડિયા તથા તેના ભાઈ રૂપેશ સહિતનાઓના નામો ખુલ્યા હતા. આરોપી બંધુને ભાવનગરથી લખધિરસિંહ જાડેજા નામનો શખસ આ જથ્થો સપ્લાય કરતો હતો. બન્ને ભાઈઓ સાગરીતો સાથે મળી રાજકોટ ઉપરાંત અન્ય સ્થળો, શહેરોમાં નસીલા સિરપનો જથ્થો દોઢેક વર્ષથી સપ્લાય કરતા હતા.
નસીલા સિરપમાં રિપોર્ટ બાદ આરોપીઓ સામે ગુના નોંધાયા હતા. ભાવનગરના લખધિરસિંહ ઉપરાંત અન્ય આરોપીઓ તેમજ ગત માસે જ જયાંથક્ષ આ જથ્થો આવતો હતો તે મુખ્ય ઉત્પાદક વડોદરાના શખસો નીતિન કોટવાણી તથા ભાવેશ સેવકાણીની ધરપકડ કરાઈ હતી. જયારે ભાજપના બન્ને પૂર્વ અગ્રણી બંધુ વોન્ટેડ હતા. ત્યાં ગત માસાંતે જ પ્ર.નગરના હાથે એક આરોપી ધર્મેશ ડોડિયા કે જે અગાઉ રાજકોટ શહેર ભાજપમાં મોરચામાં સહમંત્રી રહી ચૂકયા છે તે ઝડપાઈ જતાં ક્રાઈમ બ્રાંચના હવાલે કરાયો હતો. જયારે બીજો ભાઈ રૂપેશ વોન્ટેડ હતો.
બે દિવસ પૂર્વે રૂપેશ પણ ક્રાઈમ બ્રાંચના હાથમાં આવી જતાં પીઆઈ બી.ટી.ગોહિલની રાહબરી હેઠળ તપાસનીસ પીએસઆઈ ડી.સી.સાકરિયા તથા સ્ટાફે ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં ડિસ્ટ્રીબ્યુટર તરીકે છેલ્લ ા દોઢેક વર્ષથી નસીલા સિરપનો જથ્થો રાજકોટ સહિતના સ્થળે સપ્લાય કરતા હતા. પોલીસે તપાસ અર્થે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કહેવાય છે કે, પકડાયેલા આરોપીના નામે ચાલતુ હતું પરંતુ તેને આટલું બધુ ચાલતું હશે તે વિશે તો અંધારામાં જ હતો.
આરોપીઓમાં ક્રાઈમ બ્રાંચના કાટલા પણ અલગ અલગ હશે?
ક્રાઈમ બ્રાંચ દ્રારા લાખો રૂપિયાનું નસિલુ સિરપ કાંડ પકડી પડાયું હતું એ ખરેખર સરાહનિય કાર્ય હતું પરંતુ આ કાંડમાં રાજકીય તેમજ મોટા ધનપતિ માથાઓ પણ ખુલતા અને આવા માથાઓ છ–છ માસ સુધી ક્રાઈમ બ્રાંચની પક્કડ બહાર પણ રહી શકયા હતા. પકડાયા બાદ પણ ક્રાઈજ્ઞ બ્રાંચની કાર્ય પધ્ધતિ આરોપી–આરોપીએ બદલતી હશેની માફક લાખોના નસીલા સિરપ કાંડના આરોપીની આવી કોઈ યાદી જાહેર કરાઈ ન હતી. સામાન્ય રીતે વોન્ટેડને પકડીને પ્રેસ યાદી મુકાતી હોય છે. શું કાટલા અલગ અલગ રહેતા હશે? તેવો સામાન્ય ગુનેગારોમાં છેડા વગરના કે નાણા વગરના ગુનેગારોમાં ચર્ચા જેવું હશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોનાલી ઠાકુરની તબિયત લાઈવ કોન્સર્ટમાં લથડી
January 23, 2025 12:29 PMએકતા કપૂરને વૃદ્ધત્વ વિરોધી દવાઓ વિષે સંશોધનમાં વિશેષ રસ
January 23, 2025 12:28 PMનેહા ધૂપિયા અને રિયા ચક્રવર્તી વચ્ચે જોરદાર બોલાચાલી
January 23, 2025 12:26 PMફ્લોપનું લેબલ ધરાવતા અક્ષયની સેન્સ ઓફ હ્યુમર જબરી
January 23, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech