આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુની ધરપકડ, પુત્ર એન.લોકેશ CID કસ્ટડીમાં, કરોડોના કૌભાંડના આરોપ

  • September 09, 2023 08:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આંધ્રપ્રદેશના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) એ TDP ચીફ અને આંધ્ર પ્રદેશના પૂર્વ સીએમ એન ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરી છે. આ ધરપકડ ભ્રષ્ટાચારના કેસમાં કરવામાં આવી છે. એન ચંદ્રબાબુ નાયડુના પુત્ર નારા લોકેશની પણ પૂર્વ ગોદાવરી જિલ્લામાંથી અટકાયત કરવામાં આવી છે. ચંદ્રબાબુ નાયડુ (N Chandrababu Naidu) પર 350 કરોડ રૂપિયાના કૌશલ્ય વિકાસ કૌભાંડનો આરોપ છે.



કોઈપણ પુરાવા વગર ધરપકડ કરાઈ
પાર્ટીના નેતાઓએ દાવો કર્યો છે કે પોલીસ ચંદ્રબાબુને ઓરવાકલ એરપોર્ટથી ફ્લાઈટ દ્વારા વિજયવાડા લઈ જશે. જો કે ચંદ્રબાબુએ તેમની ધરપકડ સામે સખત વાંધો ઉઠાવ્યો છે. તેમનું માનવું છે કે આ ધરપકડ કોઈપણ આરોપના પુરાવા દર્શાવ્યા વગર કરવામાં આવી છે. ચંદ્રાબાબુએ કહ્યું કે તેઓ કાયદાને ત્યારે જ સહકાર આપશે જ્યારે પુરાવા રજૂ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application