ખંભાળીયા ડીવીઝન હસ્તકના ૧૭.૬૩ લાખની કિંમતના વિદેશી દારુનો કરાયો નાશ

  • December 09, 2023 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા જિલ્લાના ખંભાળીયા તથા ભાણવડ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના જુદા-જુદા ગુન્હામાં કબ્જે કરેલા વિદેશી દારુના અલગ અલગ બ્રાન્ડનો ૪૩૮૯ બોટલ કી.રુા.૧૭,૬૩,૯૦૦ના મુદ્દામાલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં ખંભાળીયા પોલીસ મથકના જુદા જુદા ગુન્હામાં કબ્જે કરવામાં આવેલ વિદેશી દારુની ૨૭૪૪ કિ.રુા. ૧૧,૧૬,૭૦૦ તેમજ ભાણવડ પોલીસ મથકના જુદા જુદા ગુન્હામાં કબ્જે કરવામાં આવેલ વિદેશી દારુની ૧૬૪૩ જેની કી.રુા. ૬,૫૭,૨૦૦ ના મુદ્દામાલના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા પોલીસ વડા નિતેશકુમાર પાંડેયની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. ખંભાળીયા, સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ, નશાબંધી અને આબકારી અધિકારી સહિતના અધિકારીઓની હાજરીમાં દારુના જથ્થા ઉપર બુલડોઝર ફેરવાયું હતું. જુદા જુદા પ્રોહીબિશનના ગુનામાં વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application