જૂનાગઢ ગાંધીગ્રામમાં મકાનમાંથી ૬.૮૬ લાખનો વિદેશી દારૂ પકડાયો

  • September 17, 2024 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જૂનાગઢ એલસીબીએ ગાંધીગ્રામમાં બુટલેગરના મકાનમાંથી ૬.૮૬ લાખનો વિદેશી દા સગેવગે થાય તે પહેલા કબજે કરી બુટલેગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.જૂનાગઢમાં વિદેશી દાની હેરાફેરીને ડામવા એસપી હર્ષદ મહેતાના આદેશને પગલે એલસીબી દ્રારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે.ગાંધીગ્રામ લીરબાઈ પરા વિસ્તારમાં રહેતા લાખા પરબત કોડીયાતર પોતાના મકાનમાં વિદેશી દારૂ છૂપાવ્યો હોવાની અને સગેવગે કરવાની પેરવીમાં હોય એલસીબી પી.આઈ.પટેલ, પેરોલ ફલો સકવોડના દીપક બડવા સહિતની ટીમે મકાનમાં દરોડો પાડી ૬.૮૬ લાખની કિંમતની ૧૭૧૬ બોટલ વિદેશી દા ઝડપી લીધો હતો.દરોડા દરમિયાન બુટલેગર હાથ આવ્યો ન હતો.આ અંગે પોલીસે લાખા પરબત કોડીયાતર સામે પ્રોહીબિશન અન્વયે ગુન્હો નોંધી ઝડપી લેવા વધુ કાર્યવાહી સી ડિવિઝન પોલીસની ટીમે હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application