કેન્દ્રશાસીત દીવ પ્રદેશ માંથી બૂટલેગરો દારૂની હેરાફેરી કરી બરોબાર સપ્લાઇ કરતા હોય પરંતું હવે એસટી વિભાગના કર્મચારીઓ બુટલેગરની ભૂમિકામાં ભજવતા હોય તેમ બે મહિનામાં બીજી વાર એસ ટી બસમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. ત્યારે દીવ ગાંધીનગર રૂટની એસટી બસમાં દારૂ હોવાની બાતમી આધારે પોલીસે એસ ટી વોલ્વો બસને રોકવી તલાસી લેતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે વોલ્વો બસના ડ્રાઇવર વિરૂદ્ધ ફરીયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે..
દિવેલ ગીરીશ રાઠોડ રહે.ધારીસણા તા.દહેગામ જી.ગાંધીનગર એસટી બસનો ડ્રાઈવર દીવ-ગાંધીનગર રૂટની વોલ્વો બસમાં નં. જી જે ૦૭ વાય ઝેડ ૬૬૩૧ દીવ થી ઉના તરફ આવતી વોલ્વો બસમાં દારૂ હોવાની બાતમી આધારે એ. માંડવી ચેક પોસ્ટ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. વોલ્વો બસને ઉના પોલીસે ડેપોમાં બસની તલાસી લેતા બસના ડ્રાઇવરની પાછળની સીટમાં ખાલી જગ્યામાં વિદેશી દારૂનો બોટલો ૮ કિ.રૂ.૩ હજાર૨૦૦ નો મળી આવતા દારૂનો જથ્થો કબ્જે કરી ડ્રાઈવર વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ કરેલ છે. જોકે પોલીસે વોલ્વો બસમાં દારૂ ઝડપી પાડતા બસમાં બેઠેલાં પેસેન્જરો કલાકો સુધી રઝડી પડ્યા હતા. અને ડેપોએ પેસેન્જરો માટે અન્ય બસની વ્યવસ્થા કરવી પડી હતી. આ પહેલા પણ દિવ ચેક પોસ્ટ નજીક થી વણાંકબારા પોરબંદર રૂટ ની એસ.ટી.બસ માંથી દારૂ ઝડપાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજગન્નાથ રથયાત્રાના દિવસે બની રહ્યા છે આ દુર્લભ યોગ, જાણો દિવસમાં કેટલો સમય કરી શકાશે પૂજા
July 05, 2024 11:40 PMવરસાદી ઋતુમાં ત્વચાની તમામ સમસ્યાઓ દૂર કરશે આ નાના નાના પાંદડા
July 05, 2024 11:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech