અમેરિકામાં ૧૪ દિવસમાં બીજીવાર હિન્દુ મંદિર ખાલિસ્તાનીઓના નિશાના પર

  • January 05, 2024 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. આ વખતે કેલિફોર્નિયાના હેવર્ડ સ્થિત શેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકામાં ૧૪ દિવસમાં આ બીજો મામલો સામે આવ્યો છે જેમાં ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિર પર હત્પમલો કર્યેા.ખાલિસ્તાનીઓએ ખાલિસ્તાન ઝિંદાબાદના નારાની સાથે મંદિરના બોર્ડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્ધ અપશબ્દો પણ લખ્યા હતા.
અમેરિકામાં હિંદુઓ માટે કામ કરતી સંસ્થા હિંદુ અમેરિકન ફાઉન્ડેશન દ્રારા હત્પમલાની માહિતી આપવામાં આવી છે. એક અઠવાડિયા પહેલા આ વિસ્તારમાં આવેલા શિવ દુર્ગા મંદિર પર હત્પમલાની ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ હવે શેરાવાલી મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. એચએએફએ કહ્યું છે કે તે અમેરિકન સુરક્ષા કર્મચારીઓ, નાગરિક અધિકાર કાર્યકરો તેમજ મંદિરોનું નેતૃત્વ કરનારા લોકોના સંપર્કમાં છે. આ પહેલા ૨૨ ડિસેમ્બરે ખાલિસ્તાનીઓએ અમેરિકામાં વધુ એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. ઘટનાની તસવીરો શેર કરતી વખતે અમેરિકાના હિંદુ–અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાને નિશાન બનાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application