જગતમંદિરે પહેલીવાર સળંગ ચાર દિવસ ઘ્વજાજી નહીં ચડે

  • June 15, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાવાઝોડાના પગલે બે ઘ્વજાજી પૈકી એક ખંડિત: બીજી ર્જીણ થઇ

બિપરજોય વાવાઝોડાના પગલે દ્વારકા જગતમંદિર પર ફરકાવવામાં આવેલી બે ઘ્વજાજી પૈકી એક ખંડિત થઇ હતી અને એક ઘ્વજાજી ર્જીણ અવસ્થામાં હોવાનું બહાર આવ્યું હતું, જગતમંદિરે ઇતિહાસમાં પહેલીવાર સળંગ ચાર દિવસ ઘ્વજાજી નહીં ચડે, જો કે દ્વારકાવાસીઓ કહે છે કે કાળીયાઠાકર અહીં બિરાજમાન છે ત્યાં સુધી કશું થવાનું નથી,
અરબસાગરમાં સર્જાયેલું ચક્રવાત બિપરજોય ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને દ્વારકામાં ટકરાઇ એવી આશંકાઓ વચ્ચે ભારે પવનના કારણે વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાના પગલે તમામ બચાવ કામગીરી સહિતના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે, દરમ્યાનમાં વાવાઝોડાની આશંકા વચ્ચે ઇતિહાસમાં પહેલીવાર જગતમંદિર પર સળંગ ચાર દિવસ ઘ્વજાજી નહીં ચડે અને આ ઘ્વજાજી કાળીયાઠાકરના ચરણોમાં અર્પણ કરવામાં આવશે.
પહેલીવાર સળંગ ચાર દિવસ સુધી ઘ્વજાજી ચડાવવામાં નહીં આવે, શિખર પર લહેરાતી બે ઘ્વજાજી પૈકી એક ખંડિત થઇ હોવાનું અને અન્ય ર્જીણ અવસ્થામાં હોવાનું જાણવા મળે છે. ભારે પવનની વચ્ચે સલામતી માટે ઘ્વજાને ઘ્વજદંડની જગ્યાએ નીચે ઘ્વજસ્તંભ પર ચડાવવામાં આવે છે, જેનાથી ભગવાન આપણી આજીજી પ્રાર્થના સાંભળે કે આવી આફત આવી રહી છે તેનાથી લોકોને ઉગારે, અનેક આપત્તિઓ વચ્ચે દ્વારકા ઉગર્યું છે, અને અહીં દ્વારકાધીશ બિરાજમાન છે ત્યાં સુધી કશું નહીં થાય તેવો નગરજનોને અતૂટ શ્રઘ્ધા સાથેનો વિશ્ર્વાસ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application