ઈસરો પ્રથમ વખત સ્વદેશી રોકેટનો ઉપયોગ કરીને અવકાશમાં જૈવિક પ્રયોગની તૈયારી કરી રહ્યું છે. પોલર સેટેલાઇટ લોંચ વ્હીકલ (પીએસએલવી)ના આગામી પ્રક્ષેપણમાં ત્રણ જૈવિક પ્રયોગો હાથ ધરવામાં આવશે. જેમાં જીવતં કોષોને અવકાશમાં છોડવામાં આવશે. પ્રયોગનો હેતુ એ જાણવાનો છે કે જૈવિક વસ્તુઓ અવકાશમાં શું અસર કરે છે. જે વસ્તુઓને અવકાશમાં મોકલવામાં આવશે તેમાં પાલક, કાઉપીસ અને આંતરડાના બેકટેરિયાનો સમાવેશ થાય છે. પીએસએલવીનો આ ચોથો તબક્કો હશે.
ઈસરો એ પ્રયોગને પીએસએલવી ઓર્બિટલ એકસપેરિમેન્ટલ મોડુલ–૪ (પોએમ–૪) નામ આપ્યું છે. એટલે કે ઈસરો અવકાશમાં 'પોએમ' (કવિતા) લખવા જઈ રહ્યું છે. આ પ્રયોગ ગગનયાન મિશનમાં મદદપ થશે. આ મિશન હેઠળ ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવાની યોજના છે. પીએસએલવીનું આગામી મિશન સી–૬૦ છે. આ પણ એક પ્રાયોગિક મિશન છે. આ અંતર્ગત ઈસરો પ્રથમ વખત અવકાશમાં બે ભારતીય ઉપગ્રહોનું ડોકીંગ અને અનડોકીંગ કરશે.
અવકાશમાં કોઈપણ જીવને જીવતં રાખવું એ એક મોટો પડકાર છે. તમામ લાઇફ સપોર્ટ સિસ્ટમ્સ સીલબધં બોકસમાં રાખવાની રહેશે. ઈસરોના અધ્યક્ષ ડો. એસ. સોમનાથે કહ્યું કે પ્રયોગ દરમિયાન ભારતીય જીવવિજ્ઞાનીઓ અવકાશના પ્રતિકૂળ વાતાવરણમાં કેવી રીતે ટકી રહેવું તે શોધી કાઢશે.
સ્પિનચ કોષો અવકાશના નજીકના–શૂન્ય ગુત્વાકર્ષણમાં કેવી રીતે કાર્ય કરે છે? બધં કેપ્સ્યુલમાં આંતરડાના બેકટેરિયાનું પણ અવકાશમાં પરીક્ષણ કરવામાં આવશે. આ સિવાય એ જોવામાં આવશે કે કાઉપીસના બીજ અને પાંદડા અવકાશમાં કેવી રીતે અંકુરિત થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech