પાંચ વર્ષમાં જીએસટીનું પ્રથમ વખત એસેસમેન્ટ રિટર્નમાં તફાવત નીકળતા હજારો નોટિસ નીકળી

  • September 29, 2023 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જીએસટીની ગૂંચ દિવસેને દિવસે ઉકેલવાના બદલે વધુને વધુ જટિલ બનતા સામાન્ય વેપારીઓને સૌથી વધુ અસર પહોંચી રહી છે એસેસમેન્ટ નો છેલ્લો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્ર્ર સહિત રાયભરના અનેક વેપારીઓને નોટિસ ફટકારવામાં આવતા વેપારીઓને ફરી પગની પાની ઘસવાનો વારો આવ્યો છે.હાલમાં વર્ષ ૨૦૧૭ ૧૮ ના વર્ષના હિસાબો નું એસેસમેન્ટ ચાલી રહ્યું છે જે હવે અંતિમ તબક્કામાં છે ત્યારે નોટિસ ઇસ્યુ કરીને અનેક ગુંચવાયેલા પ્રશ્નોના જવાબ માગવામાં આવતા વેપારી વર્ગ મૂંઝવણમાં મુકાયો છે. જીએસટી શરૂ થયાને પાંચ વર્ષનો સમય ગાળો થઈ ગયો છે આ પાંચ વર્ષમાં પહેલી વખત એસેસમેન્ટ જીએસટી ડિપાર્ટમેન્ટ હાથ ધયુ છે ત્યારે વર્ષ ૨૦૧૭– ૧૮ ના પ્રશ્નોના જવાબો માંગતા હવે કરદાતાઓની મુશ્કેલીઓ વધી છે.

કરવેરા સલાહકારોના જણાવ્યા મુજબ, વેપારીઓને જીએસટી વિભાગ દ્રારા એવી નોટિસ આપવામાં આવી છે કે જેમાં મોટાભાગે થ્રી બી સહિતના રિટર્નમાં આવેલા તફાવત અંગેની માહિતી પાંચ વર્ષે ફરી માગવામાં આવી છે હવે આ જવાબ દેવા માટે વેપારીઓ માટે દિવસે તારા જોવા સમાન ઘટના બનતા હવે કરદાતાઓ પણ મૂંઝાયા છે.આ બાબતને લઈને ચાર્ટર્ડ એકાઉન્ટે જણાવ્યું હતું કે જીએસટી એસેસમેન્ટના અંતિમ તબક્કામાં રાયભરમાં હજારોની સંખ્યામાં નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અનેક વેપારીઓએ હજુ સુધી જવાબ આપ્યા નથી અને ૩૦ તારીખ બાદ એસેસમેન્ટ થઈ શકે તેમ નથી. આથી જે લોકોની નોટિસ નીકળી છે તેઓ ૨૯ કે ૩૦મી સુધીમાં જવાબ નહીં આપે તો વન સાઈડ એસેસમેન્ટ પણ કરી દેવામાં આવે છે અને આ પ્રકારના એસેસમેન્ટમાં વેપારીઓ સામે ટેકસ ડિમાન્ડ કાઢવામાં આવે છે જેની પણ ટૂંક સમયમાં નોટિસ નીકળી શકે તેવી સંભાવના છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application