રાજકોટ શહેરની આજી જીઆઇડીસીમાં લાંબા સમય બાદ કદાચ વર્ષો પછી મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ દ્વારા ચેકિંગ, સેમ્પલિંગ અને દરોડા કાર્યવાહી હાથ ધરાતા ફફડાટ ફેલાઇ ગયો હતો. આજી જીઆઇડીસીમાં નમકીન, બેવરેજીસ અને ફ્રુટ ડ્રિન્ક સહિતના યુનિટમાંથી સેમ્પલ લઇ તેમાં ભેળસેળ હતી કે કેમ તેની ચકાસણી અર્થે પૃથ્થકરણ કરવા ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન વેસ્ટ ગેટ પ્લસ કોમ્પ્લેક્સ ખાતે શોપ નં.101, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામે આવેલ ઓમ ફૂડ (યુએસ પીઝા) પેઢીમાં ચેકિંગ કરતા સ્થળ ઉપર વેચાણ માટે સંગ્રહ કરેલ ડેઝર્ટ ડોન બ્રાન્ડ આઇસ્ક્રીમનો જથ્થો મળ્યો હતો અને તે જથ્થો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 મુજબના લેબલીંગની વિગતો દશર્વ્યિા વગરનો તેમજ પડતર માલૂમ પડતાં અંદાજીત 25 લિટર આઈસ્ક્રીમના જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા અને લાયસન્સ ધારક સપ્લાયર પાસેથી ખરીદ કરવા બાબતે નોટીસ ફટકારાઇ હતી.આ ઉપરાંત કુવાડવા રોડ ઉપર ચામુંડા સોસાયટીમાં આવેલ બજરંગ પાણીપૂરીની તપાસ કરતા સ્થળ ઉપર સંગ્રહ કરેલ વાસી અખાદ્ય દાજીયું તેલનો અંદાજીત છ કિલો મળ્યું હતું જે જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા, હાઈજેનિક કન્ડિશન જાળવવા બાબતે નોટીસ ફટકારાઇ હતી.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગાયત્રીનગર મેઇન રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં આઠ ધંધાર્થીઓને ફૂડ લાઇસન્સ બાબતે નોટિસ અપાઇ હતી તેમજ ખાધ્યચીજોના કુલ 23 નમૂનાની સ્થળ ઉપર ફૂડ સેફટી વાનમાં ચકાસણી કરાઇ હતી. જલારામ ફરસાણ, આરાધના પ્રોવિઝન સ્ટોર, ઘનશ્યામ પ્રોવિઝન સ્ટોર, વિનાયક બેકરી એન્ડ પાર્લર, પાલજી સોડા શોપ, સોમનાથ નમકીન, ચામુંડા ફરસાણ, બાપા સીતારામ ડેરી ફાર્મ સહિતના આઠને ફૂડ લાયસન્સ લેવા નોટિસ ફટકારાઇ હતી. આ ઉપરાંત આશાપુરા કિરાણા ભંડાર, જય શક્તિમાં દાળપકવાન, ઇગલ બેકરી, રાધેશ્યામ ડેરી ફાર્મ, ધરતી પરોઠા હાઉસ, ક્રિષ્ના ગાંઠિયા, જલારામ ખમણ હાઉસ, ઉમિયાજી ફરસાણ, જલીયાણ ફરસાણ, નીલકંઠ ડેરી ફાર્મ, બાલાજી ફરસાણ, વૃંદાવન ડેરી ફાર્મ, શ્રી મહેશ ડેરી ફાર્મ, શ્રી સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મ, શિવમ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવી હતી.
આજી જીઆઇડીસીમાં મહાપાલિકાની ટુકડીઓ ત્રાટકી: 150 ફૂટ રિંગરોડ ઉપર વેસ્ટ ગેટ પ્લસ કોમ્પ્લેક્સમાં ઓમ ફૂડ (યુએસ પીઝા)માં ચેકિંગ કરતા ડેઝર્ટ ડોનનો આઇસ્ક્રીમનો 25 લીટર વાસી-પડતર જથ્થો મળ્યો, સ્થળ ઉપર નાશઆજી જીઆઇડીસીમાંથી છ સેમ્પલ લેવાયા, લેબમાં મોકલાશે
ફૂડ બ્રાન્ચની ટીમ દ્વારા આજી જીઆઇડીસીમાંથી નીચે મુજબના છ સેમ્પલ લેવાયા હોવાનું જાહેર કરાયુ છે, આ સેમ્પલ ફૂડ લેબમાં પૃથ્થકરણ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરાશે.
(1) રામદેવ સ્પાઇસી મિક્સ ઇન્ડિયન નમકીન 400 ગ્રામ પેકિંગનું સેમ્પલ સ્થળ- ડી.એમ ટ્રેડિંગ, સી-1/39, આજી જીઆઇડીસી, ડાયનામેટીક્સ ફોર્જીગની સામે, રાજકોટ ખાતેથી.
(2) રામદેવ નવરતન મિક્સ ઇન્ડિયન નમકીન 400 ગ્રામ પેકનું સેમ્પલ સ્થળ- ડી.એમ ટ્રેડિંગ, સી-1/39, આજી જીઆઇડીસી, ડાયનામેટીક્સ ફોર્જીગની સામે, રાજકોટ ખાતેથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech