જુણેજા સામાજીક સેવા સંસ્થા ટ્રસ્ટ દ્વારા ફૂડ પેકેટ વિતરણ

  • September 04, 2024 11:51 AM 

જુણેજા સેવા સંસ્થા વર્ષોથી સેવાકીય. હેતુ કાર્યો કરે છે. હાલ જામનગરમાં આવી. પડેલ વરસાદની વિકટ પરિરિસ્થતિમાં બેડેશ્વર નિચાણવાળા વિસ્તારમાં પુરગ્રસ્ત વિસ્તારમાં લોકોને ફૂડ પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં બેડેશ્વર વિસ્તારમાં આવેલ પોલીસ ચોકીના પીએસઆઈ એસ. એમ. મલેક , એએસઆઈ  અમીનભાઈ સફીયા, હેડ કો. સુરપાલસિંહ જાડેજા, હિરેનભાઈ તથા જીતુભાના સહયોગ થી જરૂરિયાતવાળા વિસ્તારમાં લોકો સુધી પહોંચી ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવી હતી. તેમજ ચાલુ વરસાદમાં ખૂબજ જહેમત ઉઠાવી હતી. જેમાં હિન્દુ- મુસ્લિમ એકતાનું સુંદર અનેરૂ ઉદાહરણ પૂરૂ. પાડી. કામગીરી કરેલ હતી. જેમાં ટ્રસ્ટના પ્રમુખ હાજી કાસમભાઈ, અનવરભાઈ કાસમભાઈ, ઉમરભાઈ જુણેજા, હાજી અબ્દુલભાઈ કેર, વિજ્ય ભાઈ તન્ના ટ્રસ્ટ દ્વારા ઉમદા સહાય પૂરી પાડેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application