રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચ તાજેતરમાં ગિરિરાજ રેસ્ટોરન્ટ, મોર્ડન ફૂડસ અને રાજકોટ ડેરી તેમજ વિરાણી ગ્રાઉન્ડ હોકર્સ ઝોનમાંથી સેમ્પલ લઇ તેમાં ભેળસેળ હતી કે કેમ ? તેની ચકાસણી માટે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના સિનિયર ડેઝીગ્નેટેડ ઓફિસરાએ જણાવ્યું હતું કે તાજેતરમાં સર્વેલન્સ ચેકિંગ અંતર્ગત ફૂડ બ્રાન્ચની ટીમ દ્વારા શહેરના વિરાણી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ, હોકર્સ ઝોન- ટાગોર રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 23 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણ ધંધાર્થિઓને ફૂડ લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવી હતી તેમજ ખાધ્યચીજોના કુલ 30 નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી.
તેમણે ઉમેર્યું હતું કે વિરાણી હાઇસ્કૂલ મેદાનની પાછળ આવેલા હોકર્સ ઝોનમાં ફૂડ (1)સીઝલીંગ ધ લાઈવ કીચનને લાઇસન્સ મેળવવા નોટિસ (2)મોવિયા આઇસક્રીમને લાઇસન્સ મેળવવા નોટિસ (3)શ્રી રામ વડાપાઉંને લાઇસન્સ લેવા નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત (4)પટેલ વડાપાઉં (5) મુંબઇ સ્નેક્સ (6) લોફ એંડ લેટ (7) ટાકો બાઇટ ઈટ (8) અગડબમ (9) ધ સાઉથ એક્સપ્રેસ (10) વ્હી રાજા પાઉંભાજી (11) ફ્રેન્કી ફીલ (12) પાસ્તા મેગી (13) જ્યુસી બાર (14) શેક એન્ડ જેક (15)જીબી સોરમા (16) ધ સેન્ડવિચ અડ્ડા (17) ક્રેવયાર્ડ મોમોસ (18) રેડ બ્રિક પિઝા (19) વેહરા પાણીપુરી (20) પાઉંભાજી વાલા (21)સંતોષ ભેળ (22) ફ્રેન્કી કિંગ (23) સ્વિચ ફ્રાઇસ સહિતને ત્યાં ચકાસણી કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આટલા સેમ્પલ લઇ લેબમાં મોકલ્યા
(1) પ્નીર ટીકા મસાલા પ્રિપેર્ડ સબ્જી- લૂઝનું સેમ્પલ સ્થળ- ગિરિરાજ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ ઝોન, ખોડિયાર પાર્ક -2, ગિરિરાજ પાર્ટી પ્લોટ પાસે, જૂનો મોરબી રોડ, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું.
(2) મીઠી ચટણી (લુઝ)નું સેમ્પલ સ્થળ- મોર્ડન ફૂડઝ (બાલાજી ઘૂઘરા), પાયલ નિલદીપ બિલ્ડીંગ, પૂજારા ટેલિકોમ સામે, ગ્રાઉન્ડ ફ્લોર, સરદારનગર મેઇન રોડ, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું.
(3) અમૂલ બફેલો મિલ્ક 500 એમએલ પેકિંગનું સેમ્પલ સ્થળ- રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર યુનિયન લિમિટેડ, રાજકોટ ડેરી, દૂધ સાગર માર્ગ, ન્યુ પાવર હાઉસ પાસે, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશની રાજધાની દિલ્હીમાં કારથી કચડીને કોન્સ્ટેબલની હત્યા, અરવિંદ કેજરીવાલે કેન્દ્ર પર કર્યો હુમલો
September 29, 2024 10:11 AMદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech