આવતીકાલથી ઉદયપુર અને ઇન્દોરની ઉડાન બંધ

  • December 14, 2023 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આવતીકાલથી ઉદયપુર અને ઇન્દોરની ઉડાન બધં થઈ જશે. રાજકોટ થી ઉદયપુર અને ઇન્દોર માટેનો ટ્રાફિક મળતો ન હોવાના લીધે ઈન્ડિગો દ્રારા આવતીકાલથી બંને શહેરો માટેની લાઈટ હાલ પૂરતી બધં કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે.

થોડા દિવસો પહેલા એરપોર્ટ ઓથોરિટી દ્રારા વિન્ટર શેડુલ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં નિયમિત ઉડાન ભરતી બધી જ લાઈટ ઉપરાંત દિલ્હી અને મુંબઈના નવા ટ શ કરવા માટે તેમજ કોલકત્તા અને હૈદરાબાદ માટેની હવાઈ સેવા શ કરવાની યોજના પાઇપલાઇન પર હતી પરંતુ હાલમાં આ બંને લાઈટ બધં કરી દેવાતા હવે પુરેપુર અને ઇન્દોર માટે ફરી રાજકોટ ના પેસેન્જર્સને અમદાવાદ સુધી જવું પડશે અથવા તો રોડ પરિવહનનો ઉપયોગ કરવો પડશે.

છેલ્લા ઘણા દિવસોથી ઉદયપુર નું હવામાન પણ ખરાબ હોવાના લીધે આ લાઈટ કેન્સલ કરવામાં આવી રહી હતી અને હવે ધીમે ધીમે મુસાફરોનો પ્રવાહ પણ ઓછો થતો જઈ રહ્યો હોવાનું એરપોર્ટ ના સૂત્રો એ કહ્યું હતું.જોકે એરલાઇન્સ દ્રારા વાયા મુંબઈથી ઉદયપુર માટેની લાઈની સુવિધા આપવામાં આવી છે પરંતુ મુસાફરોને મુંબઈથી ઉદયપુર સુધી પહોંચવું લાંબુ થઈ જાય.૧૫મી ડિસેમ્બરથી ઉદયપુરની સીધી હવાઇ સેવા બધં થઇ રહી છે. રાજકોટ ડેઇલી સવારે ઉડતી સીધી ઉદયપુરની ફલાઇટ ૧૫મી ડિસેમ્બર વન સ્ટોપ મુંબઇ થઇ ઉડશે.

રાજકોટમાં ઉધોગકારો અને વેપારી સંસ્થાઓની માંગને અનુલક્ષીને ઇન્ડિગો એર લાઇન્સ એ રાજકોટથી ઉદયપુરની ડેઇલી હવાઇ સેવા શ કરી હતી. સૌરાષ્ટ્ર્ર–રાજકોટવાસી મુસાફરોને સીધી ફલાઇટની સેવા છીનવાશે. સીધી ફલાઇટના સ્થાને વન સ્ટોપ મુંબઇ થઇ ઉદયપુર પહોંચી શકાશે. રાજકોટથી સવારે દિલ્હી જવા માટે એક પણ ફલાઇટ નહીં હોવાથી ઇન્ડિગો એર લાઇન્સ કંપનીએ સવારની દિલ્હી સેવા સાથે ડેઇલી હૈદરાબાદ અને કોલકતા સેકટર શ કરવા વિચારણા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application