સીંગતેલના ભાવમાં ભડકો ! : ડબ્બે ₹30નો વધારો થતાં ભાવ ₹3100ને પાર... 

  • September 19, 2023 06:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સીંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સાતમ આઠમના તહેવારમાં સીંગતેલના ભાવમાં ઘટાડો થયા બાદ ખુલતા બજારે સીંગતેલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ભાવમાં વધારાને લઇને ગૃહિણીઓ ચિંતિત બની છે. મોંઘવારી સતત વધી રહી છે બીજી બાજુ ખાદ્યતેલના ભાવમાં પણ વધારો થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.  


સીંગતેલના ભાવમાં ફરી રૂપિયા 30નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેને લઇને હવે સીંગતેલના ડબ્બાનો ભાવ ₹3,180 સુધી પહોંચ્યો છે. સીંગતેલના ભાવ વધારા પાછળ સટ્ટાખોરી મુખ્ય પરિબળ માનવામાં આવી રહ્યું છે. આ સાથે આગામી દિવસોમાં હજુ પણ સીંગતેલના ભાવમાં વધારો થશે તેવી આશંકા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application