બાપાસીતારામ નગરમાં જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઝડપાયા

  • February 19, 2024 04:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના નવા થોરાળા મેઈન રોડ પર આવેલા બાપાસીતારામ નગરમાં રહેતી મહિલાના મકાનમાં પોલીસે દરોડો પાડો હતો. પોલીસે અહીં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત પાંચને ઝડપી લઇ તેમની પાસેથી રોકડ પિયા ૩૦,૫૪૦ કબજે કરી જરી કાર્યવાહી કરી હતી.

જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,થોરાળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.ડી.જીંજાળાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ખાંભરા અને વિમલભાઈ ધાણજાને એવી બાતમી મળી હતી કે, નવા થોરાળા મેઈન રોડ પર સાધુ સમાજની સમાધિ પાસે બાપાસીતારામ નગર શેરી નંબર ૫ માં રહેતી મધુબેન રાઠોડ નામની મહિલા પોતાના મકાનમાં અન્ય મહિલાઓને બોલાવી જુગાર રમાડી રહી છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડો હતો અને અહીં જુગાર રમતા પાંચ મહિલાઓને ઝડપી લીધી હતી.
જુગાર રમતા ઝડપાયેલી મહિલાઓમાં મધુબેન લાભુભાઈ રાઠોડ, વિજય બાબુભાઈ ચુડાસમા, મીનાબેન પ્રકાશભાઈ બારૈયા, નીબેન કિરણભાઈ સોલંકી અને રાધાબેન બાબુભાઈ સોલંકીનો સમાવેશ થાય છે.પોલીસ પટમાંથી રોકડ પિયા ૩૦,૫૪૦ કબજે કરી આરોપીઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application