૧પ૦ ફુટ રીંગ રોડ પર ગુવારે વહેલી સવારે બાઈક પર જતા એડવોકેટને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા આધેડને આંતરી, મારકૂટ કરી, સ્કોર્પિયોમાં ઘસી આવેલા ચાર શખસોએ ..ર૦ હજારની લૂંટ ચલાવી હતી. જેનો ભેદ ગાંધીગ્રામ–ર પોલીસ અને એલસીબી ઝોન–રના સ્ટાફે સાથે મળી ઉકેલી લઈ એમબીબીએસના બે સહિત કુલ ચાર છાત્રની ધરપકડ કરી છે.જયારે અન્ય એક છાત્રને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. સેલ્ફ ડ્રાઇવ પર કાર ભાડે લઇ આ છાત્રો ચા પીવા માટે નિકળ્યા હતા દરમિયાન મજાકમાં લૂંટ ચલાવતા તેમના પર હવે ગુનેગારનું લેબલ
લાગ્યું છે.
લૂંટના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ઇસ્કોન મંદિર પાછળ પરિશ્રમ ડાઇનિંગ હોલ સામે શેરીમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરનાર અજયસિંહ સુરેન્દ્રસિંહ ચૌહાણ(ઉ.વ ૪૮) નામના આધેડ કે જેઓ એડવોકેટ કે.એન.કવૈયાના ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોય ગુવારે વહેલી સવારે સવા ચારેક વાગ્યે આસપાસ તેઓ ઘરેથી નીકળ્યા હતા અને નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર મુંજકા ચોકડીથી આગળ પરશુરામ ચોકડી વચ્ચે પહોંચતા તેઓને એવું લાગ્યું હતું કે એક ગાડી તેમની પાછળ પાછળ આવી રહી છે.બાદમાં આ કાર ચાલકે તેમને આંતરી મારકૂટ કરી .૨૦ હજારની લૂંટ ચલાવી આ શખસો નાસી ગયા હતાં.
લુંટના આ બનાવને લઇ ડીસીપી ઝોન–૨ મહેન્દ્ર બગરીયા અને રાધિકા ભરાઇના માર્ગદર્શન હેઠળ ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ બી.આર.ભરવાડ અને એલસીબી ઝોન–૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી.દરમિયાન હેડ કોન્સ.રઘુવિરસિંહ વાળા, કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા,મૈસુરભાઇ કુંભારવાડીયાને મળેલી બાતમીના આધારે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.જેમાં શુભમ ઈશ્વરભાઈ પુરોહિત (ઉ.વ.ર૦, રહે. માધવ વાટીકા એપાર્ટમેન્ટ, બ્લોક ન.ં સી–ર૦ર, ૧પ૦ ફટ રીંગ રોડ નજીક), ભવ્ય નીતીનભાઈ દવે (ઉ.વ.ર૩, રહે. દ્રારકેશ પાર્ક શેરી નં.૩, આલાપ ગ્રીન સિટી પાછળ), યશ અનવરભાઈ લાલાણી (ઉ.વ.ર૧, રહે. સત્યસાંઈ રોડ મારૃતિનગર શેરી નં.ર) અને નૈમિષ મયુરભાઈ શર્મા (ઉ.વ.ર૦, રહે. માંડાડુંગર ગોકુળ પાર્ક)નો સમાવેશ થાય છે.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી શુભમ અમદાવાદના સોલામાં જયારે ભવ્ય ફિલીપાઈન્સમાં એમબીબીએસનો અભ્યાસ કરે છે. આરોપી યશ ફાર્મસીનો જયારે નૈમિષ નસગનો છાત્ર છે. આરોપી શુભમનો મિત્ર ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ પણ લુંટમાં સંડોવાયેલો છે. જે હાલ ફરાર છે. આ પાંચેય શખસો સેલ્ફ ડ્રાઇવ પર સ્કોર્પિયો લઇ ચા પીવા નિકળ્યા હતાં.દરમિયાન અહીં નવા દોઢસો ફટ રીંગરોડ પર બાઇક પર જતા આધેડને જોઇ મજાક મશ્કરીમાં આ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળ્યું છે.લુંટમાં સંડોવાયેલા અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech