હાલ શિયાળાની સિઝનમાં કોડીનારના અનેક વિસ્તારોમાં વિદેશી પક્ષીઓનું આગમન થાય છે ત્યારે ખાસ સાયબેરીયા અને ફ્રાન્સથી દર વર્ષે શિયાળામાં કોડીનારના આસપાસના નદી, તળાવો અને વેટલેન્ડ માં આવતા કાજીયા (કર્મેાનેન્ટ) પક્ષી જેઓ શેડુલ–૨માં આવે છે. આ પ્રવાસી વિદેશી પક્ષીઓનું એક ગ્રુપ કોડીનાર મધ્યમાં આવેલ શિંગોડા નદીમાં મચ્છી પકડવા નાખેલ જાળમાં ફસાઈ જતા પ્રકૃતિ પ્રેમીઓએ મહામુસીબતે જાળ કાપી મુકત કર્યા. જે પૈકી અમુક પક્ષીઓ મૃત્યુ પામતા પ્રકૃતિ પ્રેમીઓમાં ઝાળ નાખનાર ઉપર ફિટકારની લાગણી વરસી છે.
બનાવની વિગત જોઈએ તો કોડીનાર શહેરની મધ્યમાં શિંગોડા નદીના પટમાં માછીમારી કરવા માટે અજાણ્યા ઈસમોએ જાળ નાખેલ. જેમાં આ વિદેશી કજિયા પક્ષીનું ગ્રુપ ફસાયેલ છે એવા ટેલિફોનીક સમાચાર પ્રકૃતિ નેચર કલબના સભ્યોને મળતા તેઓ આ વિદેશી પક્ષીઓને બચાવવા પહોંચી ગયેલ. આ ઘટનાની જાણ વન વિભાગના કર્મચારીઓને પણ થતાં તેઓ પણ ઘટના સ્થળે ઘસી આવેલ અને તાત્કાલિક ધોરણે વન વિભાગ અને પ્રકૃતિ નેચર કલબના સભ્યોએ આ જાળમાં ફસાયેલ પક્ષીઓને મુકત કરવાની કામગીરી હાથ ધરી જાળ કાપી અને તમામ ફસાયેલા પક્ષીઓને મુકત કર્યા હતા. જે પૈકી અમુક પક્ષીઓ કમનસીબે મૃત્યુ પામ્યા હતા. આ ઘટનાથી પ્રકૃતિ પ્રેમીઓમાં અને પક્ષી પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો અને જાળ નાખનાર શખ્સ માટે ફિટકારની લાગણી વરસાવી હતી.
આ બાબતે વનવિભાગ દ્રારા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે જાળ મુળ દ્રારકાના મુસાભાઈની છે અને તેમને પૂછપરછ કરતા જણાવેલ કે જાળ નાખવાની પરવાનગી મળેલ છે પરંતુ પરવાનગી મળેલ છે કે નહિ તેની તપાસની કાર્યવાહી વન વિભાગ ચલાવી રહ્યા છે પરંતુ આ બધી બાબતો વચ્ચે નિર્દેાષ પક્ષીઓનો શું વાંક છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાકિર હુસૈન સાથે આબ્લમ બનાવવાનું રહેમાનનું સ્વપ્ન હતું
December 18, 2024 12:20 PM'દમદાર એક્શન ફિલ્મ ડકેતમાં મૃણાલ ઠાકુર કરશે લીડ રોલ
December 18, 2024 12:18 PM'લાપતા લેડીઝ', ઓસ્કારની રેસમાંથી આઉટ
December 18, 2024 12:15 PMયામી ગૌતમે પુત્ર, પતિ અને સંજય દત્ત સાથે સુવર્ણ મંદિરમાં માથું નમાવ્યું
December 18, 2024 12:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech