જૂનાગઢ જિલ્લામાં જુગારના પાંચ દરોડામાં ૩૫ શકુની ૨.૬૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

  • August 20, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તહેવારોની સિઝન શ થતા જિલ્લ ામાં વિવિધ સ્થળોએ જુગારના અખાડાઓ અને જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની ફરિયાદોના કારણે પોલીસ દ્રારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બાતમીના આધારે કેશોદના મઢડા, શેરગઢ વંથલીના ખોખરડા, માણાવદરના વેળવા અને નાકરા ગામે જુગાર રમતા ૩૫ જુગારીઓને ૨.૬૪ લાખના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન  ૮ જુગારી નાસી જતા ઝડપી લેવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કેશોદ પોલીસ માંથી પ્રા વિગત મુજબ  મઢડા ગામે ધનાભાઈ હાજાભાઇ નંદાણીયા ની વાડીએ જાહેરમાં જુગાર રમતા ખીમજીભાઈ નંદાણીયા, હરેશભાઈ પિઠીયા, રામભાઈ બંધીયા, રણજીતભાઈ મોડ, રણજીતભાઈ દાસા, રાકેશ છુછર અને હાર્દિક ઉર્ફે હરેશ મૂડને ૩૨,૫૦૦ ની રોકડ સાથે પોલીસે ઝડપી લીધા હતા.
જુગારના અન્ય દરોડામાં શેરગઢ ગામે બારવાડી વિસ્તારમાં જમનભાઈ વિરાણીની વાડીએ કામ ગાયો બાંધવાના ઢાળિયામાં જાહેરમાં જુગાર રમતા જમનભાઈ વિરાણી, રાજેશભાઈ પાવટીયા, અણભાઇ બાબરીયા, નિલેશભાઈ હિરપરા, રમેશભાઈ હિંશુ, વશરામભાઈ વિરાઙ, જાદવભાઈ ભલાણી, અમૃત હિંસુ, ભરત ચન્યારા અને જયંતીભાઈ હિંસુને ૫૫,૦૦૦ ની રોકડ અને એક મોબાઇલ મળી૫૫,૫૦૦ ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા યારે દરોડા દરમિયાન શેરગઢ નો રજની કોળી નાસી ગયો હતો.
વંથલીના ખોખરડા ગામે કમલેશભાઈ જાદવ જુગારની કલબ ચલાવતા હોવાની બાતમિને આધારે પોલીસે દરોડો પાડી સંચાલક કમલેશભાઈ, રાજુભાઈ છૈયા, ભુપતભાઈ ડાંગર, હીરાભાઈ જાદવ, મનોજભાઈ બોરીચા, ગીરીશભાઈ મહેતા ને ૧૯,૭૦૦ ની રોકડ, ૪ મોબાઈલ મળી ૩૫,૨૦૦ ના મુદ્દા માલ સાથે ઝડપી લીધા હતા યારે દરોડા દરમિયાન અગફારભાઈ સીડા, રાજેશભાઈ વાઘેલા, હિતેશભાઈ ગોહેલ અને રાજેશભાઈ ઉર્ફે કાબો પરમાર નાસી ગયા હતા તેને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
માણાવદર ના વેળવા ગામે સુખાભાઈ ડાંગર મકાનમાં જુગારની કલબ ચલાવતા હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા મહેશભાઈ વિરડા, અશોકભાઈ ડાંગર ને ૬૫૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા ત્યારે દરોડા દરમિયાન જુગાર સંચાલક સુખાભાઈ ડાંગર, વિનોદભાઈ ઉર્ફેકારો વિરોજા અને દિનેશભાઈ ગરળા નાસી ગયા હતા. માણાવદર ના નાકરા ગામની વીડી ની સીમમાં ખેતરના ગોડાઉનમાં ચાલતી જુગારની કલબ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા રસિકભાઈ શિંગાળા, વિવેકભાઈ પાનસેરીયા, જયેશભાઈ રાંક, ભીખાભાઈ ઠુંમર, વલ્લ ભભાઈ ધડુક, કાર્તિકભાઈ ધડુક અને રમણીકભાઈ શિંગાળા ને ૩૫૦૦૦ ની રોકડ, ત્રણ બાઈક ,૭ મોબાઈલ મળી ૧.૩૪ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application