દરિયાકાંઠે પાંચ દિવસ ગરમ હવા, બફારાનું એલર્ટ: ગરમી પણ વધશે

  • March 19, 2024 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાયભરમાં એકાએક ગરમીનું પ્રમાણ વધી ગયું છે. સોમવારે ૩૯.૧ ડીગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સમગ્ર રાયમાં સૌથી વધુ ગરમ શહેર બની ગયું હતું. ગરમી અને ભેજના પ્રમાણમાં વધારો થવાના કારણે સૌરાષ્ટ્ર્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ગરમ હવા અને ભેજવાળા વાતાવરણને કારણે બેચેની અનુભવાય તેવી શકયતા હોવાથી હવામાન ખાતાએ એલર્ટ જાહેર કયુ છે.સૌરાષ્ટ્ર્ર કચ્છના દરિયાકાંઠા જેવું જ એલર્ટ કેરલ તામિલનાડુ અને પોંડીચેરીમાં પણ આપવામાં આવ્યું છે. ગઈકાલે સમગ્ર દેશમાં સૌથી ઐંચું તાપમાન રાયલાસીમાના ચડાપાહ ખાતે ૪૧.૨ ડિગ્રી નોંધાયું હતું.

ગુજરાતની વાત કરીએ તો ગઈકાલે ભુજમાં ૩૮.૭ નલિયામાં ૩૭.૨ કંડલામાં ૩૭ ૬ અમરેલીમાં ૩૭ પોરબંદરમાં ૩૮ સુરેન્દ્રનગરમાં ૩૮.૩ મહત્પવામાં ૩૭.૮ અમદાવાદ એરપોર્ટ ઉપર ૩૮.૫ છોટાઉદેપુરમાં ૩૬.૨ ડાંગમાં ૩૬ ગાંધીનગરમાં ૩૬.૧ અને જામનગરમાં ૩૬.૩ ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ પોરબંદરમાં અત્યારે જે મહત્તમ તાપમાન હોવું જોઈએ તેના કરતાં પાંચ ડિગ્રી વધુ છે. નલિયા અને કંડલામાં નોર્મલ કરતાં ચાર ડિગ્રી, રાજકોટ અને સુરતમાં નોર્મલ કરતાં ત્રણ ડિગ્રી વધુ તાપમાન છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ એકાએક વધી ગયું છે. સુરતમાં ૮૯ દમણમાં ૮૬ નલિયામાં ૭૮ દ્રારકામાં ૭૧ ઓખામાં ૭૬ ટકા ભેજ આજે સવારે નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application