રોકડ, મોબાઇલ અને આંકડા લખેલી ચિઠ્ઠી કબ્જે
જામનગરના શંકરટેકરી વિસ્તાર શાસ્ત્રીનગરમાં વર્લી મટકાનો જુગાર રમતા બે શખ્સોને એલસીબીએ ૧૪૪૦૦ના મુદામાલ સાથે પકડી લીધા હતા, જયારે કાલાવડના ખરેડી બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા ૩ શખ્સ ઝપટે ચડયા હતા.
જામનગર જીલ્લા એસપી પ્રેમસુખ ડેલએ જામનગર જીલ્લામાંથી દારુ, જુગારની બદી નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન તથા જુગારધારાના કેશો શોધી કાઢવા અંગે સુચના કરેલ હોય, જેથી એલસીબી ઇન્ચાર્જ પીઆઇ ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ આર.કે. કરમટા, પીએસઆઇ પી.એન. મોરી તથા સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના કિશોરભાઇ પરમાર તથા ધાનાભાઇ મોરી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ ખાનગી હકીકત આધારે જામનગર શહેરમાં શંકરટેકરી શાસ્ત્રીનગર નવી નિશાળ પાછળ રોડ પર આંકડા લખનાર હનીફ આમદ ખફી (ઉ.વ.૪૦) રહે. શંકરટેકરી શાસ્ત્રીનગર નવી નિશાળ પાછળ, મહેશ મનસુખ વાઘેલા (ઉ.વ.૩૦) રહે. ગોકુલનગર પ્રજાપતીની વાડી પાછળ જામનગર વાળો જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી જુગાર રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમતા વર્લી મટકાના સાહિત્ય તથા રોકડા રુા. ૧૧૪૦૦ તથા મોબાઇલ-૨ કિ. ૩૦૦૦ મળી કુલ ૧૪૪૦૦ના મુદામાલ સાથે મળી આવતા પકડી પાડી આરોપીઓ વિરુઘ્ધ પો.કોન્સ કલ્પેશભાઇ મૈયડએ ફરીયાદ રીપોર્ટ આપતા હેડ કોન્સ ક્રિપાલસિંહ જાડેજાએ સીટી-સી ડીવીઝનમાં જુગારધારા કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત કાલાવડ ગ્રામ્ય પોલીસની ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે ખરેડી બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં વર્લી મટકાનો જુગાર રમતા ખરેડીના અને મુળ દાહોદના દિનેશ પાનસીંગ સંગોડ, શૈલેષ સુકીયા સંગોડ તથા ખરેડી ગામના હસમુખ જમન ધામેચા આ ત્રણેયને રોકડ ૧૨૧૦, ૩ મોબાઇલ, આંકડા લખેલી ચિઠ્ઠી મળી કુલ ૭૨૧૦ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech