300 મીટર ચેમ્પિયનશિપમાં જીત મેળવનાર ગુજરાતની પ્રથમ મહિલા ખેલાડી

  • March 22, 2024 01:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક દીકરી બાળ અવસ્થામાંથી તરુણ અવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારથી તેના હાથમાં પાટલો,વેલણ અને ચમચો પકડાવી દેવામાં આવે છે, તેની કારકિર્દીના સ્વપ્નના બદલે સાસરે જવાના સ્વપ્ન દેખાડવામાં આવતા હોય છે જો કે હવે જેમ જેમ સમય બદલતો જાય છે તેમ તેમ દીકરીઓ પણ અલગ અલગ ક્ષેત્રમાં આવડત થતી પોતાનું અસ્તિત્વ બતાવી રહી છે આવી જ એક ગુજરાતની દીકરી કે જેને ઇન્ટરનેશનલ કક્ષાએ ચેમ્પિયન શૂટરનો ખિતાબ મેળવ્યો છે. 300 મીટરના રાઇફલ શૂટિંગમાં ચેમ્પિયન બનનાર ગુજરાતની પ્રથમ શૂટર છે અંજુ શમર્િ કુબાવત. જે હવે ઓલમ્પિક માટેની તનતોડ તૈયારીઓ કરી રહી છે ત્યારે આજે આજકાલના માધ્યમ થકી કઈ રીતે તેના હાથમાં કઈ રીતે રાઈફલ આવી અને તે તેમાં ચેમ્પિયન બની તેની વાત જાણીએ...તેના જ શબ્દોમાં.

મૂળ રાજસ્થાનના અને પિતાએ સંસ્કાર નગરી વડોદરા ને કાર્યક્ષેત્ર બનાવ્યું ત્યારથી અંજુ શર્ગાનીનો પરિવાર ત્યાં સ્થાયી થઇ ગયો હતો. ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી પ્રોફેસર બનવાનું સ્વપ્ન હતું પરંતુ જ્યારથી એન સી સી જોઈન્ટ કર્યું ત્યારથી ટર્નિંગ પોઇન્ટ આવી ગયો ને એમાં પણ રાઇફલ શૂટિંગની તાલીમ લીધા બાદ મનોબળ મક્કમ બની ગયું કે આ દિશામાં જ હવે તેને આગળ વધવું છે.2007માં કોલેજમાં એનસીસી માં જોડાયા બાદ તેમાં જ સૌપ્રથમ વખત શૂટિંગ માટે તાલીમ મેળવી અને સ્પધર્મિાં સિલ્વર જીત્યા બાદ અંજૂની જિંદગીમાં નવો વળાંક આવ્યો. જેમ જીવનના દરેક રસ્તા સીધા હોતા નથી તેવી જ રીતે અંજુને પણ પોતાની મંઝિલ સુધી પહોંચવા માટે અનેક મોડ પર વળાંક લેવો પડ્યો જેમાં ખાસ કરીને જ્યારે આ ફિલ્ડમાં આગળ વધવાનું શરૂ કર્યું ત્યારે પોતાની પાસે કીટ પણ ન હતી.મારે કેટલા પ્રોબ્લેમ્સ છે...?’ એ વિચારવાને બદલે ’તેને નિવારવા હું શું કરી શકું?’ આ દ્રષ્ટિકોણ જો અપ્નાવવામાં આવે તો સમસ્યામાંથી બહાર નીકળવાના રસ્તા આપોઆપ જ મળી જશે. મેં શૂટિંગમાં કારકિર્દી બનાવવાનો નિર્ણય તો લઈ લીધો પરંતુ મારી પાસે શૂટિંગની કીટ ન હતી. ઘણી સ્પધર્ઓિ મે અન્ય પ્લેયર્સની રાઈફલ સાથે રમી છે. આગળ વધવા પ્રેક્ટિસ તો જરૂરી છે જ એટલે ’હવે શું થશે?’ તેના બદલે ’હું શું કરી શકું?’ એમ વિચારીને મેં સૌથી નજીકની રેન્જ શોધી અને પાંચ વર્ષ સુધી બરોડા થી અમદાવાદ પ્રેક્ટિસ માટે અપડાઉન કર્યું.

શૂટિંગમાં જ પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધેલો છે એ સમયે દ્રઢ નિશ્ચય અને પરિવાર તરફ થી મળતું સમર્થન તથા પ્રોત્સાહન તેમના માટે મજબૂત આધાર સમાન બની ગયા હતા. પરિવાર તરફથી મળતું સમર્થન કેટલું અગત્યનું છે એનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય છે કે, અંજુના મોટા બહેનના વિવાહ અને અંજુનો નેશનલ માટે સિલેક્શન નો મેચ એક સાથે હોવાથી અવઢવ ઉભી થઇ હતી. પરિવાર અને મોટા બહેન એ જ તેમને પૂરેપૂરો ટેકો આપીને મેચ રમવા માટે પ્રોત્સાહિત કયર્િ હતા. અંજુએ કહ્યું કે, શરૂઆતમાં મારા પરિવારને એમ થતું હતું કે, ’રાયફલ એ થોડી રમકડું છે...?’ પરંતુ મારો દ્રઢ નિર્ણય જોઈને તેમણે મને સપોર્ટ કર્યો અને એ જ કારણથી હું અહીં સુધી પહોંચી શકી.

શરૂઆતમાં અંજુ માત્ર 10 મીટર અને 50 મીટરની સ્પધર્ઓિમાં જ ભાગ લેતી. પરંતુ બાદમાં 300 મીટર ની સ્પધર્િ ભાગ લેવાનો શરૂ કર્યો, હરિયાણા ખાતે યોજાયેલી બીગ બોર ચેમ્પિયનશિપમાં અંજુ એ 300 મીટર ની સ્પધર્મિાં ભાગ લેનાર ગુજરાતની પ્રથમ મહિલા બની હતી. સામાન્ય રીતે ગુજરાતમાંથી કોઈ મહિલા ખેલાડીએ આ કોમ્પિટિશન માટે ભાગ લીધો ન હતો. આ ઉપરાંત જર્મનીમાં 2019 માં યોજાયેલી ઇન્ટરનેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ અંજુ શમર્એિ કર્યું હતું. 2007મા એનસીસી દરમિયાન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને સિલ્વર મેડલ જીત્યો. ત્યારબાદ એ જ વર્ષે નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ 50 મીટર માં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો. દિલ્હી ખાતે યોજાયેલી 57મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં પણ તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જિલ્લાકક્ષાએ, રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીયકક્ષાએ તેમણે અલગ અલગ કોમ્પિટિશનમાં કુલ 19 ગોલ્ડ 19 સિલ્વર અને આઠ બ્રોન્ઝ મેડલ મેળવેલા છે. આ ઉપરાંત શૂટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ તેમને ગુજરાત સરકાર દ્વારા 2013 માં શક્તિ દૂત એવોર્ડ અને 2015માં સરદાર પટેલ (સિનિયર) એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા. હાલમાં શૂટિંગની અસાધારણ પ્રતિભા અંજલિ ભાગવતને આદર્શ માનીને અંજુ આગળ વધી રહી છે. ટુનર્મિેન્ટ પહેલા ના પ્રેશર અને મેચની સ્ટ્રેટેજી વિશે વાત કરતા તેમણે કહ્યું કે, મેચના આગલા દિવસે સુતા પહેલા જ હું સમગ્ર ગેઇમની બ્લુપ્રિન્ટ તૈયાર કરી લઉંં છું, જેના લીધે હુ સ્પધર્િ સમયે ઓછું દબાણ અનુભવું છું. આ સિવાય પણ મેચ પહેલા હું શૂટિંગ ની પ્રેક્ટિસના બદલે મેડીટેશન કે ત્રાટક કરવું વધારે પસંદ કરું છું જે મને સમગ્ર મેચ દરમિયાન એકાગ્ર રહેવામાં મદદ કરે છે.
તાજેતરમાં જ અંજુ શમર્િ લગ્નગ્રંથિથી જોડાય છે તેને મોરબીના આનંદ કુબાવત સાથે સપ્તપદીના વચન લીધા છે.

વિવાહ બાદ મહિલાઓના જીવનમાં આવતા બદલાવ અને કારકિર્દી વિશે પણ અંજુ સ્પષ્ટ વિચારો ધરાવે છે તે માને છે કે મેરેજ પહેલા કોઈ મહિલા એક પરિવારનું નામ રોશન કરી શકે પરંતુ લગ્ન બાદ તે એકસાથે બે પરિવારોને ગર્વ અપાવી શકે છે.


ચેન તૂટ્યો પણ ચોરને જવા ન દીધો,આ છે ચેમ્પિયન અંજુ

બહાદુર અને શૂટર ચેમ્પિયન બનેલી અંજુ શર્ગા કહે છે કે દરેક મહિલાઓએ ઉચ્ચ ડિગ્રી મેળવી સારી કારકિર્દી પણ કરવી જોઈએ પરંતુ પોતાની જાતને બચાવી શકે તેવી આત્મ રક્ષણની ટ્રેનિંગ પણ લેવી આવશ્યક છે. અહીં એક પોતાની સાથે બનેલી સત્ય ઘટના વિશે તે જણાવે છે કેરાતે 9:30 વાગ્યાની આસપાસ હું ચાલવા નીકળી ત્યારે મેં મારા ખભા નજીક કોઈ હાથ હોય તેવો અનુભવ કર્યો... એ હાથને ધકેલવાનો મેં પ્રયાસ કર્યો પરંતુ ત્યાં સુધીમાં મારો ચેઇન તે ચોરના હાથમાં હતો. મેં તેનો હાથ ન છોડ્યો અને ફાઈટ કરી. મારો ચેઇન તૂટી ગયો પરંતુ એ ચોરને તેના સાથીદારની સાથે ચેઇન વગર જ જવું પડ્યું. આ શબ્દ છે અંજુ શમર્નિા..


શૂટિંગ ઈઝ ગેમ ઓફ માઈન્ડ, રાઇફલ હાથમાં લેતા પહેલા વિચારોને શાંત કરવા પડે: અંજુ શર્ગા

શૂટિંગ અને પોતાની પ્રેક્ટિસ વિશે અંજુએ માંડીને વાત કરતા કહ્યું કે, શૂટિંગ ઈઝ ગેમ ઓફ માઈન્ડ. રાઇફલ હાથમાં લેતા પહેલા વિચારો શાંત કરીને એકાગ્રતા કેળવવી પડે છે, આ માટે ત્રાટક અને મેડીટેશનની પણ તાલીમ આપવામાં આવે છે.મેડીટેશનના કારણે મેં મારા જીવન માં પણ ઘણો પોઝિટિવ ચેન્જ અનુભવ્યો છે. મારા પિતાને હાર્ટ એટેક આવ્યો અને તે સ્વસ્થ થઈ ગયા બાદ મેડીટેશન દ્વારા જ હું ફરીથી શૂટિંગ તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકી હતી. હું મારા દરરોજના પ્રેક્ટિસ સ્ટેશનમાં પણ મેડીટેશન કરું છું અને દરરોજ સવારે 8 થી 12 તથા સાંજે 6 થી 8 શૂટિંગ ની પ્રેક્ટિસ કરું છું.


દર રવિવારે 100 કિ.મી. જેટલું સાયકલિંગ કરે છે

અંજુ કુશળ શૂટર તો છે જ, પરંતુ તેની સાથે તે ઉત્તમ સાયકલિસ્ટ પણ છે. પોતાના ફ્રી સમય દરમિયાન તે સાયકલિંગ કરવાનું પસંદ કરે છે. ઉપરાંત દર રવિવારે 100 કિલોમીટર સાઇકલિંગને તમણે પોતાનો રૂટીન બનાવી દીધો છે. ફિટ ઇન્ડિયા ઝુંબેશ માંથી પ્રેરણા લઈને તેમણે ત્રણ મહિનામાં 1750 કિલોમીટરનું અંતર સાયકલ દ્વારા કાપીને અન્યોને પણ સાયકલિંગ કરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application