ભવનાથ મેળામાં રાત્રે ભીડ બેકાબૂ બનતા ચકડોળ બંધ કરાયા

  • February 24, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહાશિવરાત્રી  મેળાને બે દિવસ પૂર્ણ થયા છે .આજે ત્રીજો દિવસ છે. ધીમે ધીમે તળેટી વિસ્તારમાં લોકોની ભીડ ઉમટી રહી છે. ગઈકાલે રાત્રે તળેટી વિસ્તારમાં ભાવિકોની ભીડ ઉમટતા મેળામાં રહેલા ચકડોળ બધં કરાવવામાં આવ્યા હતા.ભારતી આશ્રમ પાસે મનોરંજન માટે રખાયેલા ચકડોળ બધં કરાતા લોકોમાં નારાજગી છવાઈ હતી. અત્રે ઉલ્લ ેખનીય છે કે રાજકોટ ગેમ ઝોન બાદ ચકડોળ મેળવવા માટે તત્રં દ્રારા વિવિધ નિયમો રાખવામાં આવ્યા છે પરંતુ મહાશિવરાત્રી મેળામાં ભવનાથ તળેટીમાં ચકડોળને મંજૂરી અપાયા બાદ હવે ભીડ ઉમટતા સાવચેતીના ભાગપે તત્રં એ તમામ રાઈડસ બધં કરાવવામાં આવી હતી. જોકે અન્ન ક્ષેત્રોમાં  લોકોને ભાવતા ભોજન પીરસાઈ રહ્યા છે.ટમેટા કોફતાનું પંજાબી શાક, ચોખા ઘીની જલેબી, ગાંઠીયા,ઉંધીયુ ,શાકપુરી ભજીયા, લાઇવ ખમણ ઉપરાંત બપોરે ભેળ, ભુંગળા, લસણીયા બટેટા સહિત ઉપરાંત લીંબુ, મેંગો વરિયાળી સહિતના શરબત પીરસી હરિહરના નાદનો ગુંજારવ કરી રહ્યા છે. અન્ન ક્ષેત્રમાં ભોજન કરાવવા નાતજાત ,ધર્મ, ભેદભાવ વગર કોઈપણ સમયે ગમે તેટલા લોકોને ભર પેટ ભોજન કરાવવામાં આવે છે અડધી રાત્રે પણ ભોજન કરવા આવે તો તેના માટે પણ રસોઈ બનાવી આપવામાં આવે છે. સવારે નાસ્તામાં ચોખા ઘીની જલેબી, ગાંઠિયા શીરો, બટેટા પૌવા, ઢોકળી ચા, દૂધ ઉપરાંત રાત્રે બાજરાના રોટલા ખીચડી કઢી ડુંગળીનું જય ગિરનારીના નાદ સાથે ઢાબા જેવું દેશી ભાણું આપવામાં આવે છે.ભોજન ઉપરાંત સાંજના સમયે મોમાં પાણી આવે તેવા ભુંગળા, લસણીયા બટેટા, ભેળ સહિતનો ચટપટો નાસ્તો અપાઈ રહ્યો છે. આ વર્ષે લાઇવ ખમણ ઢોકળા પણ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં લોકોના આગમનથી અન્ન ક્ષેત્રો દ્રારા પણ આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં ઓટોમેટીક મશીનમાં જ ગાંઠિયા બનાવી લાઇવ ગાઠીયા આપવામાં આવે છે.
બપોરના સમયે ગરમી હોવાથી લોકોને ટાઢક મળી રહે તે માટે  દરરોજ બપોરે લીંબુ, વરિયાળી, મેંગો સહિતના અલગ અલગ શરબત આપવામાં આવી રહ્યા છે.દરરોજનુ સરેરાશ ૧૦૦ લિટર મળી ચાર દિવસ દરમિયાન  ૪૦૦ લીટર શરબત પીવડાવવામાં આવશે.
અન્નક્ષેત્રોમાં ફળાહાર, ભોજન, શરબતોની વ્યવસ્થા
ભજન, ભોજન, ભકિતના ત્રિવેણી સંગમ સમા  શિવરાત્રી  મેળો અંતિમ ચરણમાં છે. ત્યારે તળેટી વિસ્તારમાં વર્ષેાથી અન્ન ક્ષેત્ર ચલાવતી સેવાભાવી સંસ્થાઓ લોકોને ભાવતા ભોજન પીરસવા કાર્યરત છે.મહિલાઓની ટીમ ચૂલામાં ગરમાગરમ રોટલી, રોટલા, પંજાબી શાકથી પણ ચડિયાતા ટમેટા કોફતા અને સુરતી ઐંધિયું, બાસુંદી, મોહનથાળ,  મેથી ,બટાકાના ભજીયા સહિતની ગરમા ગરમ લાઈવ દેશી ભાણું બનાવી  હજારો લોકોને  જમાડવામાં આવે છે. ગયા વર્ષે અગિયારસના દિવસે ફ્રત્પટ સલાટ આપવામાં આવ્યું હતું.યારે આ વર્ષે  ફરાળ હોય તેને બાસુંદી અને ફરાળી ચેવડો અપાયો હતો.

આજે રાત્રે કસુંબલ રગં કાર્યક્રમ
ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળા દરમિયાન આજે રાત્રે કાનૂની સેવા સત્તા મંડળ દ્રારા કસુંબલ રગં કાર્યક્રમ યોજાશે જેમાં રોજિંદા જીવનમાં ઉપયોગી કાયદા અને હક વિશે માર્ગદર્શન મળે તે માટે જિલ્લ ા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એચ આર પરમાર ના માર્ગદર્શન હેઠળ સંગીત અને ભજન ની રમઝટ સાથે કાયદાની યોજનાઓ વિશે જાગૃત કરાશે આ કાર્યક્રમમાં કોર્ટના કર્મચારી અને કલાકાર નયન વૈષ્ણવ દ્રારા સંગીત અને ભજનની રમઝટ સાથે વિશિષ્ટ્ર કાર્યક્રમ રજૂ કરાશે.

મહાશિવરાત્રી મેળામાં બે દિવસમાં ૨૭૦૦ લોકોએ સારવાર લીધી

ભવનાથ તળેટીમાં મેળા દરમિયાન લોકોના આરોગ્યની તકેદારી માટે પાંચ સ્થળોએ મેડિકલ ટીમ રાખવામાં આવી છે. મિશ્ર ઋતુના કારણે એક જ દિવસમાં દર્દીઓની સંખ્યા અઢી ગણી વધી હતી.બે દિવસ દરમિયાન શરીરના દુખાવા ઝાડા ઉલટી, ઉધરસ તાવ, સ્નાયુ ખેંચાવા માથાનો દુખાવો સહિત ૨૭૦૦ દર્દીઓએ સારવાર લીધી છે. ભવનાથ મહાશિવરાત્રી મેળામાં ભાવિકોના આરોગ્યની તકેદારી માટે તળેટી વિસ્તારમાં જિલ્લ ાની ૪ અને સિવિલ હોસ્પિટલની૧ મળી ૫ આરોગ્ય શાખાની ટીમ દ્રારા ભવનાથ મંદિર મેઇન દવાખાના, રેસ્ટ હાઉસ પાસે, ગિરનાર પર્વત પર જૈન દેરાસર,અંબાજીની ટૂંક ખાતે, પ્રેરણા ધામ,મજેવડી દરવાજાથી દામોદર કુંડ સુધી ત્રણ મીની દવાખાના ઉપરાંત ગિરનાર પર્વત પર  દવાઓ અને સાધનો સાથે મેડિકલ ઓફિસર ,પેરામેડિકલ સ્ટાફ  સાથે મેડિકલ ટીમ ખડેપગે રાખવામાં આવ્યા છે. સવાર –સાંજ ઠંડી અને બપોરે ગરમી મિશ્ર ઋતુના  કારણે મેળામાં યાત્રિકોની તબિયત લથડવાના બનાવ નોંધાઈ રહ્યા છે. જિલ્લ ા આરોગ્ય અધિકારી સાલવીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમ દ્રારા વિવિધ પોઇન્ટ પર બીમાર દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. જેમાં તળેટી વિસ્તારમાં ચાલીને થાકેલા ૧૪૨૭ લોકોને શરીરના દુખાવાની દવા આપવામાં આવી હતી.બે દિવસમાં  તાવના ૨૧૯, શરદી ઉધરસના ૮૭૩, ઝાડા ઉલટીના ૧૫૬, માથા અને પેટનો દુખાવો, સ્નાયુ ખેંચાવા, બીપી વધઘટ, આંખમાં બળતરા, શ્વાસ ચડવો, થાક લાગવો, ખંજવાળ, ઈજાગ્રસ્ત અને ડ્રેસિંગ સહિત ૬૬૫ દર્દીઓને આરોગ્ય વિભાગની ટીમ અને મોબાઈલ દવાખાનાની ટીમ દ્રારા નિદાન કરી દવા આપી સારવાર કરવામાં આવી હતી. ઉતારાઓ અને ધર્મશાળા ખાતે પણ બીમાર દર્દીઓની મેડિકલ ટીમ દ્રારા તપાસ કરવામાં આવી હતી.

સાંપ્રત સંસ્થા દ્રારા સ્ટોલ

જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારભં થયો છે તળેટીમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે ત્યારે તત્રં દ્રારા રાય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના વિશે પણ માહિતગાર કરવા અનેક સ્ટોલ રાખવામાં આવ્યા છે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય નવી દિલ્હી તથા સમાજ સુરક્ષા વિભાગ ગીર સોમનાથ જિલ્લ ા દ્રારા સ્માઈલ ભિક્ષાવૃત્તિ નિવારણ પ્રોજેકટ અંતર્ગત તળેટી વિસ્તારમાં સ્ટોલ રાખવામાં આવ્યો છે.  સાંપ્રત એયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સંચાલિત આ સ્ટોલમાં ઉદઘાટન ભારતીય આશ્રમના હરીહરાનંદજી મહારાજના હસ્તે કરાયું હતું. આ તકેદ જિલ્લ ા બાળ સુરક્ષા અધિકારી મહિડા, સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર, સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને ભિક્ષાવૃત્તિ નિવારણ માટેની માહિતી આપવામાં આવી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application