રાજકોટ મહાપાલિકાનું તત્રં ખાસ કરીને શાસકોની કામગીરી લોકસભાના ઈલેકશન જાહેર થયા બાદ સુસુ જેવી થઈ ગઈ હતી. ચૂંટણી પુરી થતાં આવતીકાલે શાસકો કામ બતાવી શકે તે માટેની કરોડોના કામોની ૬૮ દરખાસ્તોની પ્રથમ સ્ટેન્ડીંગ કમીટીની બેઠક મળશે. જેમાં રાજકોટ શહેરમાં ક્રિકેટ રસિયાઓ માટે બે બોકસ ક્રિકેટ પીચ, કોઠારીયા રોડ પર ૫.૨૬ કરોડના ખર્ચે કોમ્યુનીટી હોલ તેમજ એક કરોડથી વધુના ખર્ચે રેસકોર્ષ સ્વીમીંગ પુલનું નવિનીકરણ કરવામાં આવશે તેમજ વોર્ડ નં.૧માં ગાંધીગ્રામ વિસ્તારમાં ડ્રેનેજ પાઈપ લાઈન અપગ્રેડેશન અને વિવિધ વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે પેવિંગ બ્લોક નાખવા સહિતની કરોડો રૂપિયાના કામોની દરખાસ્તોને મંજુર નામંજુર, સુધારા વધારા માટેનો નિર્ણય લેવાશે.
આવતીકાલે મળનારી બેઠકમાં ૬૮ દરખાસ્તો પૈકી વોર્ડ નં.૧૭માં કોઠારીયા રોડ પર વિનોદભાઈ શેઠ કોમ્યુનીટી હોલના ગ્રાઉન્ડ પ્લસ ૩ ફલોર (ચાર માળનો હોલ બનાવવા માટે) ૫.૫૬ કરોડનું એસ્ટીમેન્ટ સાથેનું ટેન્ડર પ્રસિધ્ધ થયું હતું. જેમાં કામ આપવા માટે ખાનગી કંપની સાથે વાટાઘાટો કરી ૫૪૨ ચોરસમીટરથી વધુના કામ માટે ૫.૫૬ કરોડના ખર્ચે કંપનીને કામ સોંપવાનો નિર્ણય લેવાશે. રેસકોર્ષનો સ્વીમીંગ પુલ નવો બનાવવા માટે જેમાં સ્વીમીંગ પુલના અંદરના એરીયામાં ૧૫૫૦ ફત્પટ ચો.મીટર એરીયામાં પોર્સેલીન મોઝેક સ્વીમીંગ પુલ ટાઈલ્સ, ચિલ્ડ્રન સાવર રૂમ તેમજ કોચ રૂમ બનાવવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરાયા છે. જેમાં ૧૫.૫૦ ટકા ઓન સાથે આવેલા ટેન્ડરમાં વાટાઘાટ બાદ ૧૧ ટકા સાથે ૧.૦૭ કરોડના ખર્ચે કોન્ટ્રાકટરને કામ સોંપવા માટેના મ્યુનિ. કમિશનર દ્રારા લેવાયેલા નિર્ણયની કાલે સ્ટેન્ડીંગમાં બહાલી માટે ચર્ચા થશે.
શહેરમાં ક્રિકેટ રસિકોમાં બોકસ ક્રિકેટનો ખુબ જ ચસ્કો ચડયો છે. મહાપાલિકા દ્રારા રમતગમત હેતુસરના પ્લોટ પૈકી રાજકોટના વોર્ડ નં.૧૦ના સત્યસાંઈ રોડ પર ગોપકામેશ્ર્વર મહાદેવ મંદિર પાછળ આવેલા પ્લોટમાં ૩૪.૧૩ લાખના ખર્ચે તેમજ સામાકાંઠે વોર્ડ નં.૫માં પેડક રોડ પર અટલ બિહારી વાજપાઈ હોલ પાસે ૩૩.૯૦ લાખના ખર્ચે ૨૫ પહોળાઈ, ૪૦ મીટર લંબાઈ, ૪૦ ફત્પટ ઉંચાઈ સાથે નેટ અને સિકયુરીટી કેબીનવાળા બોકસ ક્રિકેટ પીચના બે ગ્રાઉન્ડ ઉભા કરાશે. જેને વહીવટી પાંખ દ્રારા લીલીઝંડી અપાઈ છે. આવતીકાલે શાસકો એક જ કંપનીને બોકસ ક્રિકેટ પીચને અપાયેલા કોન્ટ્રાકટને પણ બહાલી આપે તેવી શકયતા છે. આ ઉપરાંત રાજકોટ શહેરમાં બહારથી રૂડુ દેખાય અને ધીમો ધીમો વહીવટ પણ થાય તેવા પેવિંગ બ્લોક પાથરવાની પણ લાખો રૂપિયાની જુદા જુદા વિસ્તારની પણ દરખાસ્ત છે તેને પણ બહાલી આપવાની ચર્ચા થશે.
ગાંધીગ્રામ વિસ્તારમાં સત્યનારાયણનગરથી શિતલ પાર્ક સુધીની ડ્રેનેજ પાઈપ અપગ્રેડેશનનું કામ ૬૮.૬૪ લાખમાં આપવાનું નકકી કરાયું છે. અલગ અલગ વોર્ડમાં ડામર કાર્પેટ કરવા ડ્રેનેજના કામ તેમજ અન્ય બાંધકામ સહિતના મળી કરોડો રૂપિયાના કામોની દરખાસ્તો મુકવામાં આવી છે. કર્મચારી લેવલની દરખાસ્તમાં બિમાર કર્મચારીઓને સહાય, મનપાના ઓડીટ વિભાગમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીને એકસટેન્શન, મનપાના સેક્રેટરી રૂપારેલીયાની રજા મંજુર કરવા, પમ્પીંગ સ્ટેશનોના પ્રિમોન્સુન કામગીરીનું સમારકામ સહિતની ૬૮ દરખાસ્તો મુકાઈ છે.
લાખોના ખર્ચે ટેકસેસન અને મલ્ટી લેવલ પાકિગ માટે સલાહ લેવાશે
મહાપાલિકા પાસે ઈજનેરો અને દિમાંગધારી કર્મચારીઓની મસમોટી ફોજ છે. વષાતે કરોડો રૂપિયાનો પગાર ચુકવવામાં આવે છે આમ છતાં કોઈને કોઈ કામ બાબતે મહાપાલિકા સલાહ વેચાતી લે છે. ટેકસેસનને લગતી સલાહ અને સર્વિસ માટે એક ખાનગી કંપનીને ૨૬ લાખથી વધુના ખર્ચે બે વર્ષ માટે વેચાતી સલાહ લેવાનો કોન્ટ્રાકટ ઉપરાંત શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા જાળવણી અને ટ્રાફીક સમસ્યા હળવી બનાવવા માટે મલ્ટી લેવલ પાકગની ફીઝીબીલીટી સ્ટડી માટે ૪૮.૯૦ લાખના ખર્ચે સલાહ લેવામાં આવશે. જેમાં સર્વેશ્ર્વર ચોક ખાતે ઓટોમેટીક મલ્ટી લેવલ પાકગ કરવાની ડીઝાઈન તૈયાર કરવાનો પણ સમાવેશ થાય છે.
મનપાની ૨૬ શાળાઓમાં ફાયર સેફટી સિસ્ટમ વિકસાવવા ખર્ચાશે ૫૪ લાખથી વધુની રકમ
આગ લાગે ત્યારે કુવો ખોદવા બેસે તેનું નામ રાજકોટ મહાપાલિકાની માક રાજકોટમાં ગેમઝોન અિકાંડ થયા બાદ જાગેલી મહાપાલિકાએ પોતાની જ માલીકીની પ્રોપર્ટીમાં ફાયર સેફટી સિસ્ટમનો અભાવ હોવાનું માલૂમ પડતા હવે ફટાફટ આવા કામોની દરખાસ્તો મુકાવા લાગી છે. મહાપાલિકાની નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ હસ્તકની ૨૬ શાળાઓ અને શિક્ષણ સમિતિ કચેરીનું બિલ્ડીંગ મળી ૨૭ જગ્યામાં ફાયર સેફટી સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા માટે તાબડતોબ ૫૪ લાખ રૂપિયા ખર્ચવા માટેનો નિર્ણય લીધો છે.
ફાયર સેફટીના નિયમ મુજબ ૫૦૦ ચો.મીટરથી વધુના ક્ષેત્રફળમાં ફાયર સેફટી સિસ્ટમ અને એનઓસી અનિવાર્ય છે પરંતુ અત્યાર સુધી બધુ લોલેલોલ કે બધુ કાગળ ઉપર ચાલ્યું. અિકાંડ થયા બાદ વાસ્તવિકતા ચેક કરાતા ઢોલ માહે પોલ જેવું નીકળ્યું હતું. મનપાની જ શાળાઓમાં ફાયર સેફટીના સાધનો ન હોવાના કે સાધનો બધં પડયાની, એનઓસી રીન્યુ ન થયાનું માલુમ પડયું હતું. શાસનાધિકારી દ્રારા શાળાઓ અને કચેરીના મળી ૨૭ બિલ્ડીંગમાં ફાયર સેફટી સિસ્ટમ ઈન્સ્ટોલ કરવા અપગ્રેડ કરવા અને એનઓસી લેવા માટે અભિપ્રાય મુકયો હતો. અંદાજે ૫૪ લાખના ખર્ચે કાલે સ્ટેન્ડીંગ કમીટીમાં ફાયર સેફટીના સાધનો વિકસાવવાની લીલીઝંડી આપવામાં આવશે.
સર્વેશ્ર્વર ચોકમાં ૪.૯૧ કરોડના ખર્ચે આરસીસી બોકસ કલવર્ટ બનાવાશે
શહેરના યાજ્ઞીક રોડ પર સર્વેશ્ર્વર ચોકથી યાજ્ઞીક રોડને જોડતા હયાત વોંકળાને ડાયવર્ટ કરીને નવું બોકસ કલવર્ટ બનાવવા માટેની કામગીરી મહાપાલિકાએ હાથ પર લીધી હતી. જેના પર આવતીકાલે મળનારી સ્ટેન્ડીંગ કમીટીની ફાઈનલ મહોર લાગશે. વોંકળા પર આરસીસી બોકસ કલવર્ટ બનાવવા માટે મહાપાલિકાની વહીવટી પાંખ દ્રારા ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં બે કંપનીએ રસ દાખવ્યો હતો. મહાપાલિકા દ્રારા ૪.૫૭ કરોડના એસ્ટીમેન્ટ સાથેનું હયાત વોંકળા પર નવું આરસીસી બોકસ કલવર્ટ ઉભું કરવા ૧૧૦ મીટરની લંબાઈ, ૯ મીટરની પહોળાઈ અને ૩ મીટરની ઉંડાઈમાં વોંકળો બનાવવાનું કામનો સમાવેશ કરાયો છે. બે કંપની દ્રારા આવેલા ટેન્ડરમાં એક કંપની ૯.૦૯ અને બીજી કંપની ૧૮.૫૧ ટકા ઓનમાં ટેન્ડર ભર્યા હતા. જેમાં નીચલી ઓનમાં ટેન્ડર ભરનાર એમ્પલ કન્સ્ટ્રકશન કાું. સાથે મહાપાલિકાની વહીવટી શાખાએ નેગોશીએશન કયુ હતું અને ૭.૫૦ ટકા ઓન સાથે ભાવ નકકી કરાયા છે. જીએસટી સહિત કુલ ૪.૯૧ કરોડની અંદાજીત રકમ સાથે કંપનીએ કામ કરવા માટેની સહમતી દર્શાવી હતી. વહીવટી પાંખ સમક્ષ આવેલા આ ટેન્ડર અને કામને મંજુર નામંજુર કરવા માટેની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમીટીમાં મુકાઈ છે. કાલે શાસકો આ કામને બહાલી આપશે કે સુધારા વધારા સુચવશે ત્યાર બાદ ફાઈનલ નિર્ણય થશે.
સામાકાંઠે, કાલાવડ રોડ પર બે સ્થળે બનશે બોકસ ક્રિકેટ પીચ
રાજકોટ શહેરમાં જેમ ક્રિકેટ રસિકોનો તુટો નથી એ રીતે મહાપાલિકામાં પણ અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ પણ ક્રિકેટના દિવાના છે. રાજકોટમાં બોકસ ક્રિકેટ પીચનો ભારે ક્રેઝ જામ્યો છે. મહાપાલિકાએ પણ ક્રિકેટ રસિકો માટે કાલાવડ રોડ પર અને સામાકાંઠે પેડક રોડ પર ૬૭.૬૮ લાખના ખર્ચે બોકસ ક્રિકેટ પીચ બનાવવાનો નિર્ણય કર્યેા છે.શહેરના પોશ ગણાતા કાલાવડ રોડને જોડતા આત્મીય કોલેજ પાછળના મહાપાલિકાના રમતગમત હેઠળના પ્લોટમાં બોકસ ક્રિકેટ પીચ બનશે. આ જ રીતે સામાકાંઠે પેડક રોડ પર બાજપાઈ હોલ પાસેના ગ્રાઉન્ડમાં બોકસ ક્રિકેટ પીચ બનશે. જેમાં નેટ, લાઈટ સહિતની સુવિધાઓ ઉભી કરાશે. જોવાનું એ રહે કે અત્યાર સુધી પ્રજાના પૈસે પ્રજાના નામે સુવિધાઓ ઉભી કરનાર મહાપાલિકા આ બન્ને બોકસ ક્રિકેટ પીચ પોતાના હસ્તક રાખશે કે માનીતી અથવા આવી કોઈ સ્પોર્ટસ એકેડેમીને તાસક ધરી દેશે તે જોવું રહ્યંું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech