આજે સાંજે મોદી ૩.૦ કેબિનેટની પ્રથમ બેઠક

  • June 10, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોદી સરકાર ૩.૦ શ થઈ ગઈ છે. શપથ લીધા બાદ મોદી સરકાર એકશન મોડમાં આવી ગઈ છે. આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આજે સાંજે ૫ વાગ્યે મોદી કેબિનેટની બેઠક મળી શકે છે. આ પહેલા મંત્રીઓના પોર્ટફોલિયોની જાહેરાત થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો આ વખતે પીએમ મોદી ડેવલપ્ડ ઈન્ડિયા મિશન અને મોદીની ગેરેન્ટીને ધ્યાનમાં રાખીને મંત્રીઓને પોતાનો પોર્ટફોલિયો આપશે. બેઠકમાં મોટા નિર્ણયો લેવાય તેવી પણ અટકળો છે.
આ પહેલા રવિવારે મોદી સરકાર ૩.૦નો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. શપથ સમારોહમાં વિદેશી મહેમાનો તેમજ દેશભરમાંથી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. પીએમ મોદીનો ત્રીજો શપથ સમારોહ સૌથી લાંબો હતો. પીએમ મોદી સહિત ૭૨ લોકોએ મંત્રી તરીકે શપથ લીધા. જેમાં ૩૦ કેબિનેટ મંત્રીઓ, ૫ સ્વતત્રં પ્રભાર ધરાવતા રાય મંત્રી અને ૩૬ રાય મંત્રીઓએ શપથ લીધા હતા.


આ વખતે મોદી સરકાર ૩.૦માં ૬ પૂર્વ મુખ્યમંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાં રાજનાથ સિંહ ત્રીજી વખત કેબિનેટ મંત્રી બન્યા છે, યારે શિવરાજ સિંહ ચૌહાણ અને મનોહર લાલ ખટ્ટર પહેલીવાર મંત્રી બન્યા છે. સર્બાનદં સોનોવાલને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. આ સાથે ભાજપના સહયોગી હમ પાર્ટીના વડા જીતન રામ માંઝી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.


આ વખતે પીએમ મોદીએ તેમના તમામ સાથીઓને તેમની કેબિનેટમાં સ્થાન આપ્યું છે. આ વખતે ૭૨ મંત્રીઓની કેબિનેટમાં ૬૦ મંત્રીઓ ભાજપના કવોટામાંથી છે. યારે જેડીયુ અને ટીડીપીમાંથી ૨ ૨ મંત્રી બનાવવામાં આવ્યા છે, યારે જેડીએસ, એલજેપી, એચએએમ, આરપીઆઈ, અપના દળ એસ, શિવસેના શિંદે જૂથ અને આરએલડીમાંથી એક એક મંત્રી બનાવવામાં આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application