સુપર ક્યૂટ ગર્લ રાહાની પહેલી ઝલક જાહેર

  • December 26, 2023 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રણબીર-આલિયાની લાડલીએ લાલ શૂઝ..સફેદ ફ્રોકમાં લોકોના દિલ જીત્યા


રણબીર કપૂર અને આલિયા ભટ્ટે દીકરી રાહાની પહેલી ઝલક ક્રિસમસ પર બતાવી દીધી છે. રાહા કપૂરની આ તસવીરો મિનિટોમાં વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં રાહા ખુબ જ ક્યૂટ લાગી રહી છે.


બોલિવૂડ સ્ટાર્સ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ફેન્સને ક્રિસમસ પર મોટી ભેટ આપી છે. જે સમયની લોકો રાહ જોઇ રહ્યા હતા એ હવે આવી ગયો છે. ક્રિસમસના દિવસે આલિયા-રણબીરે દીકરીની પહેલી ઝલક ફેન્સને બતાવી દીધી છે. ક્યૂટી રાહા કપૂર એના પિતા રણબીર કપૂરના ખોળામાં જોવા મળી રહી છે. રણબીર અને આલિયા રાહાની સાથે મસ્ત પોઝ આપી રહ્યા છે. આ તસવીર હાલમાં ખૂબ વાયરલ થઇ રહી છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફેન્સને 2023ની સૌથી મોટી ગિફ્ટ આપી દીધી છે. રણબીર અને આલિયાએ વર્ષ 2022માં દીકરી રાહાનું વેલકમ કર્યુ હતુ. આખરે કપૂર પરિવાર ક્રિસમસ લંચ પર દીકરી રાહાને મિડીયા સામે મિલાવી દીધી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી રાહાની આ તસવીર સોશિયલ મિડીયામાં ધૂમ મચાવી રહી છે. માતા-પિતાની સાથે ક્રિસમસ લંચ પર પરફેક્ટ ડ્રેસ પહેરીને જોવા મળી છે.

રાહાએ પિંક અને વ્હાઇટ કલરનું ફ્રોક પહેર્યુ છે. આ ફ્રોકમાં રાહા સુપર ક્યૂટ લાગી રહી છે. રાહાની તસવીરો અને વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યા છે. રણબીર પૈપરાઝીને સમજાવે છે કે શાંત રહો નહીં તો રાહા ડરવા લાગશે. લંચ માટે રણબીરે બ્લેક ટી શર્ટ અને જેકેટની સાથે બ્લેક પેન્ટ પહેર્યુ છે, જ્યારે આલિયાએ બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો છે, જેમાં રેડ કલરના ફૂલ છે. 

પૈપરાઝી રાહની સાથે-સાથે રણબીર અને આલિયા ભટ્ટને ક્રિસમસની શુભકામનાઓ પાઠવે છે. રણબીર દીકરી રાહાને કેમેરા મેનને થેક્સ કરતા શીખવાડે છે. આ વર્ષની શરૂઆતમા આલિયાએ દીકરી રાહાની તસવીર ન બતાવતા કહ્યું હતુ કે, હું નથી ઇચ્છતી કે લોકોની સામે મારી દીકરી રાહાનો ચહેરો છુપાવું. રાહ એક વર્ષની થશે એટલે અમે જલદી એનો ચહેરો બતાવીશું 

આલિયા ભટ્ટના વક્રફન્ટની વાત કરીએ તો છેલ્લે રોકી અને રાણીની કી પ્રેમ કહાનીમાં જોવા મળી હતી. કરણ જોહરની ડાયરેક્ટ આ ફિલ્મમાં એની સાથે રણવીર સિંહ જોવા મળ્યો હતો. આલિયા ભટ્ટ ફિલ્મ જિગરામાં જોવા મળશે, જેની પ્રોડ્યુસર એ પોતે છે. આ ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થશે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application