ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 રદ્દ, વરસાદના કારણે નહીં થઈ શક્યો ટોસ

  • December 10, 2023 10:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ડરબનના કિંગ્સમીડ ખાતે રમાનારી પ્રથમ T20 મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. સતત વરસાદને કારણે મેચનો ટોસ પણ થઈ શક્યો નથી.


ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 મેચ રદ્દ કરવામાં આવી છે. ડરબનમાં કિંગ્સમીડ ખાતે રમાયેલ મેચ ટોસ વિના રદ્દ કરવામાં આવી છે. વાસ્તવમાં મેચ સાથે જોડાયેલા અમ્પાયરો અને અધિકારીઓએ લાંબા સમય સુધી વરસાદ બંધ થવાની રાહ જોઈ હતી પરંતુ લગભગ અઢી કલાક રાહ જોયા બાદ અધિકારીઓએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો. ભારતીય સમય અનુસાર આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થવાની હતી. મેચનો ટોસ સાત વાગે થવાનો હતો.


ડરબનમાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પ્રથમ ટી20ની ટોસ પણ થઈ શકી ન હતી. જોકે, સ્ટેડિયમમાં હાજર પ્રશંસકો મેચ શરૂ થવાની આશા વ્યક્ત કરી રહ્યા હતા. તેઓ ઘણા સમયથી મેચ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application