યુદ્ધના એંધાણ: અમેરિકી જહાજ પર હુથીઓએ ૨ મિસાઇલો છોડી

  • January 19, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાન સમર્થિત હત્પથી બળવાખોરો હવે અમેરિકી સૈન્ય સાથે બાથ ભીડી રહ્યા છે. હત્પથીઓએ ગઈકાલે રાત્રે અમેરિકાની માલિકી હેઠળના એક ટેન્કર જહાજ પર બે એન્ટિ–શિપ બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી. જે જહાજની એકદમ નજીક પાણીમાં પડી હતી. સદભાગ્યે જહાજને કોઈ નુકસાન થયું નહોતું.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ વતી એક પોસ્ટમાં જણાવાયું કે, 'છેલ્લા ત્રણ દિવસમાં કોમર્શિયલ શિપિંગ જહાજ પર હત્પથી બળવાખોરો દ્રારા આ ત્રીજો હત્પમલો હતો. તાજેતરનો હત્પમલો ગઈકાલે રાત્રે ૯ વાગ્યાની આસપાસ થયો હતો. હત્પથીઓએ એમવી કેમ રેન્જર ટેન્કર જહાજ પર ૨ એન્ટી–શિપ બેલેસ્ટિક મિસાઇલો ફાયર કરી હતી. આ એક અમેરિકન માલિકીનું જહાજ છે જેનું સંચાલન ગ્રીસ વતી કરવામાં આવે છે. જહાજને કોઈ નુકસાન થયું નથી. હાલ જહાજ હજુ પણ તેના માર્ગ પર આગળ વધી રહ્યું છે.

આ પહેલા બુધવારે અમેરિકી સેનાએ યમનમાં હત્પથી બળવાખોરોના કબજા હેઠળના વિસ્તારો પર મિસાઈલ હત્પમલા કર્યા હતા. અમેરિકન અધિકારીઓએ આ માહિતી આપી હતી. પશ્ચિમ એશિયામાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હત્પથી બળવાખોરો પર અમેરિકી સેના દ્રારા કરવામાં આવેલો આ ચોથો હત્પમલો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application