અગ્નિકાંડનો આરોપી ધવલ ૧૩ દિવસના રિમાન્ડ પર, જમીન માલિકની પણ ધરપકડ

  • May 29, 2024 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ગઈકાલે બનાસકાંઠા પોલીસે પકડીને સોંપેલા ધવલ ભરતભાઈ ઠક્કર નામના શખસની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી ગઈકાલે ૧૩ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ ઉપરાંત જ્યાં આ ગોઝારો કાંડ સર્જાયો તે જમીનના માલિક કિરીટસિંહ જગદીશસિંહ જાડેજાની ધરપકડ કરી આજે તેના રિમાન્ડ મેળવવા માટે અદાલતમાં રજુ કરાશે. 

ઝડપાયેલા શખ્સોમાં એફઆઈઆરમાં જે નામ છે તે પૈકી હવે જમીન માલિક એક આરોપી અશોકસિંહ જગદીશસિંહ જાડેજા જ વોન્ટેડ છે. હવે તપાસમાં જે અન્ય નવા આરોપીઓ ખુલે તેની ધરપકડ શે બાકી એફઆઈઆરમાં નોંધાયેલા છ નામ પૈકી યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, ધવલ ઠક્કર, કિરીટસિંહ જાડેજા પકડાઈ ચૂક્યા છે. જ્યારે એક આરોપી પ્રકાશ જૈન અગ્નિકાંડમાં જ જિવતો ભુંજાઈ ગયો છે. હવે માત્ર અશોકસિંહની ધરપકડ બાકી રહી છે. 

ત્રિપુટી યુવરાજસિંહ, રાહુલ અને મેનેજર નિતિન જૈન ૧૪ દિવસના રિમાન્ડ પર છે. ગઈકાલે બનાસકાંઠા એલસીબી પાસેી કબજે લેવાયેલા ધવલ ઠક્કરને ૧૩ દિવસના રિમાન્ડની માગણી સો ક્રાઈમ બ્રાંચે અદાલતમાં રજૂ કર્યો હતો. જેમાં ધવલના નામે જ આ ગેમ ઝોન ધવલ કોર્પોરેશનના પ્રોપરાઈટર તરીકે રજિસ્ટર યેલી ફર્મ હતી. આ ડોક્યુમેન્ટ કબજે કરવા ઉપરાંત ધવલ કોર્પોરેશનમાં તાં નાણાકીય વ્યવહારો સહિતની વિગતો એકત્રિત કરવા માટેના કારણો સો રિમાન્ડની માગણી સો કોર્ટમાં રજુ કરાતા કોર્ટે ૧૩ દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે. જ્યારે વોન્ટેડ જમીન માલિક કિરીટસિંહ અને અશોકસિંહ બે ભાઈઓની ક્રાઈમ બ્રાંચ શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન કિરીટસિંહ જાડેજા ગઈકાલે રાત્રે ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવી ગયો હતો અને ધરપકડ કરવામાં આવી છે.

કિરીટસિંહ જાડેજા ગેમ ઝોનમાં ૫ ટકાના ભાગીદાર સો જગ્યાનું ભાડુ લેતા હતા. તેઓએ ક્યારે કોની સો અને કઈ શરતોી કરાર કર્યા હતા સહિતની વિગતો મેળવવા માટે પોલીસે પૂછપરછ હા ધરી છે. આજે કિરીટસિંહને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application