ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેમ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેની પાછળ ઘણા પરિબળો હોઈ શકે છે. ગુજરાત જેવા વિસ્તારોમાં, ચોમાસા દરમિયાન સેન્ડફ્લાય , ટીક્સ, ફ્લેબોટોમી અને મચ્છરોની વધતી સંખ્યાને કારણે વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, કારણ કે તે બધા તેના વાહક તરીકે કામ કરે છે.
આવી સ્થિતિમાં, સ્વચ્છતાના અભાવ, નબળી સ્વચ્છતા કામગીરી અને ખરાબ હવાની ગુણવત્તાને કારણે, આ ચેપ ઝડપથી ફેલાય છે. આ ઉપરાંત વરસાદને કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાઈ જવાથી ગંદકી અને જંતુઓ વધે છે. તેથી, ગુજરાતના વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસના ઝડપથી ફેલાવા પાછળ આ કારણો હોઈ શકે છે.
ચાંદીપુરા ચેપ શું છે?
ચાંદીપુરા રેબ્ડોવિરિડે વાયરસ માંથી આવે છે. આ વાયરસના લક્ષણો ફલૂ અને તીવ્ર એન્સેફાલીટીસ જેવા જ છે. જેમાં ખૂબ તાવ, માથાનો દુખાવો અને મગજમાં સોજો આવે છે. આ વાયરસનો ચેપ ચોમાસા દરમિયાન વધુ ફેલાય છે. તે પણ ભારતના પશ્ચિમ, દક્ષિણ અને મધ્ય ભાગોમાં આ વાયરસ પ્રથમ વખત 1965માં મહારાષ્ટ્રના એક ગામમાં જોવા મળ્યો હતો.
ચોમાસા દરમિયાન સેન્ડફ્લાયની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે, જે આ વાયરસના મુખ્ય વાહક તરીકે ગણવામાં આવે છે. આ વાયરસ મોટે ભાગે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે. જો કે, તે પુખ્ત વયના લોકોને પણ તેનો શિકાર બનાવી શકે છે, પરંતુ બાળકોને પર વધુ જોખમ જોવા મળી રહ્યું છે. આ વાયરસના ચેપથી મૃત્યુ પણ થઈ શકે છે, જેના ઘણા કિસ્સા તાજેતરમાં પ્રકાશમાં આવ્યા છે.
ચાંદીપુરા વાયરસ સામે કેવી રીતે રક્ષણ કરવું?
ચાંદીપુરા વાયરસ સામે રક્ષણ આપવા માટે હજુ સુધી કોઈ રસી કે એન્ટીવાયરસની શોધ થઈ નથી. તેથી, આને રોકવાનો સૌથી અસરકારક માર્ગ એ છે કે સેન્ડફ્લાય, સામાન્ય માખીઓ અને મચ્છરોને પ્રજનનથી અટકાવવું જોઇએ.
સેન્ડફ્લાયના સંવર્ધનને રોકવા માટે, નજીકમાં પાણી એકઠું થવા ન દેવું, કચરો એકઠો થવા ન દેવો, ખુલ્લામાં શૌચ ન કરવું, ડસ્ટબીન ઢાંકીને રાખવા અને માખીઓ ઘરમાં પ્રવેશતી અટકાવવા ફ્લાય પેપરનો ઉપયોગ કરવો. આ ઉપરાંત, મચ્છર અને સેન્ડફ્લાયના કરડવાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ, સાંજે ઘરની બારી-બારણા બંધ કરવા જોઈએ, આખી બાંયના કપડાં પેરવા જોઈએ અને મચ્છર ભગાડવાનો પયત્ન કરવો જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech