અંતે અટલ સરોવરનું લોકાર્પણ થયું

  • March 07, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વચ્ર્યુઅલ ઉપસ્થિતમાં તેમના હસ્તે કુલ . ૭૦૫.૪૨ કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી તે અટલ સરોવરનું પણ આજે લોકાર્પણ કરાયું હતું, જો કે નાગરિકો અટલ સરોવર ખાતે હરવા ફરવા તા.૧લી મે ગુજરાત રાય સ્થાપના દિવસથી જઇ શકશે તેવી સ્પષ્ટ્રતા પણ આ તકે રાજકોટ મહાપાલિકાના તત્રં દ્રારા કરવામાં આવી હતી.


વિશેષમાં આ અંગે રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આજે બપોરે ૧૨:૩૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી, ઢેબરભાઈ રોડ ખાતે ગુજરાત રાયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વચ્ર્યુઅલ ઉપસ્થિતમાં તેમના હસ્તે સ્માર્ટ સિટી એરીયામાં અટલ સરોવર, અમૃત યોજના હેઠળ રાજકોટ મહાપાલિકાના કુલ .૧૦૮.૪૭ કરોડના પાંચ પ્રોજેકટ અને સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજન હેઠળ ડાનો .૯૫.૧૪ કરોડના બલ્ક વોટર સપ્લાય પ્રોજેકટ એમ કુલ .૩૩૯.૬૧ કરોડના સાત પ્રોજેકટસના લોકાર્પણ અને અમૃત યોજના હેઠળ મનપાના . ૨૯૧.૪૯ કરોડના ૨૨ વિકાસકામો અને સ્વર્ણિમ હેઠળ .૭૪.૩૨ કરોડના સાંઢીયા પૂલ પ્રોજેકટનું ખાતમુહર્ત તેમજ આવાસ યોજના ડ્રો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ . ૭૦૫.૪૨ કરોડના ૩૦ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.
ઉપરોકત પ્રસંગે કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રામભાઇ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા અને ડો.માધવ દવે, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પેારેટરો, શહેર ભાજપના હોદેદારો, વોર્ડ સંગઠનના હોદેદારો, શિક્ષણ સમિતિના હોદેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ– કર્મચારીઓ તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


૧૩૬ કરોડના ખર્ચે નિર્મિત અટલ સરોવરનું લોકાર્પણ
કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત અટલ સરોવર અને એમ્યુઝમેન્ટ પાર્કની કામગીરી હાથ ધરવામાં આવેલ. આ તળાવમાં અંદાજે ૪૭૭ મિલિયન લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. અટલ સરોવર થકી રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને હરવા ફરવા તેમજ મનોરંજન માટે એક નવું સ્થળ મળી રહેશે. અટલ સરોવરનું કૂલ ક્ષેત્રફળ ૨,૯૩,૪૫૭ ચો.મી છે. લોકાર્પણ બાદ આગામી ૧–મે ના રોજ ગુજરાત સ્થાપના દિવસના ગૌરવવંતા દિવસથી રાજકોટવાસીઓને હરવા ફરવાના આ અગત્યના નવા નજરાણાનો લાભ મળતો થશે.



રૂા.૧૭.૫૦ કરોડના ખર્ચે નિર્મિત ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ

રૈયાધાર સ્માર્ટ સિટી ખાતે નિર્માણ પામેલ ૮ એમએલડી ક્ષમતાના ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં શુદ્ધ થનાર પાણીથી અટલ સરોવર ભરી શકાશે. શહેરીજનોને હરવાફરવા માટે ઉપલબ્ધ બનનાર અટલ સરોવર બારે માસ પાણીથી ભરેલું રાખી શકાશે. ચોમાસા દરમ્યાન વરસાદી પાણીના સંગ્રહથી યારે ઉનાળાના મહિનાઓમાં ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટના ટ્રીટેડ વોટરથી અટલ સરોવર બારેમાસ ભરેલું રહેશે. આમ, સ્માર્ટ સિટીનો અટલ સરોવર પ્રોજેકટ જળસંચય અને ટ્રીટેડ વોટરના બંને મોડેલથી જળસંચય અને જળ વ્યવસ્થાપનનું આગવું ઉદાહરણ બની રહેશે.



અમૃત મિશન હેઠળ રૂા.૨૯૧.૪૯ કરોડના ૨૨ વિકાસ કામોનું કરાયું ખાતમુહર્ત
અમૃત મિશન હેઠળ .૨૯૧.૪૯ કરોડના કામોનું ખાતમુહર્ત કરાયું હતું, જેમાં ૧૯૩.૩૬ કરોડના ખર્ચે ડ્રેનેજના ૧૭ કામો, .૯૮.૧૩ કરોડના ખર્ચે વોટર વર્કસના પાંચ પ્રોજેકટ, સ્વર્ણિમ હેઠળ .૭૪.૩૨ કરોડના સાંઢીયા પૂલ પ્રોજેકટનું ખાતમુહર્ત સહિતના પ્રોજેકટસનો સમાવેશ થાય છે


અટલ સરોવરમાં સુવિધાઓ
– ગાર્ડન, સ્પેશીયલ ચિલ્ડ્રન ગાર્ડન
– ફેરિસવ્હીલ (૩૦ મીટર એટલેકે ૧૦૦ ફટ ડાયામીટર છે)
– બોટિંગ, ટોયટ્રેઇન
– વોકવે, સાઇકલ ટ્રેક, પાકિગ એરિયા,
– બે એમ્ફીથીયેટર
– એન્ટ્રન્સ પ્લાઝા, લેન્ડસ્કેપિંગ
– પાર્ટી પ્લોટ, બે ફડ કોર્ટ, શોપિંગ સેન્ટર શોપ્સ
– લેગ માસ્ટ (૭૦ તથા ૪૦ મીટર ઐંચા)
– લાઇટ એન્ડ સાઉન્ડ શો વગેરે સુવિધાઓ તથા અટલ લેઇક વિસ્તારમાં ગ્રામહાટ માટે કુલ–૪૨ દુકાનોનું નિર્માણ કરવામાં આવેલ છે. બંને લેગ પોલ પૈકી એક પોલની ઐંચાઈ ૭૦ મીટર છે. જે ગુજરાતનો ઐંચામાં ઐંચો લેગ પોલ છે. આ ઉપરાંત શોપિંગ સેન્ટર તેમજ ૭ નગં ટોઇલેટ બ્લોક છે


સાંઢીયા પુલના સ્થાને નવા ફોર લેન બ્રિજનું ખાતમુહર્ત
– ૧૬.૪૦ મીટર પહોળાઇનો ફોર લેન લાયઓવરબ્રિજ
– બ્રિજની કુલ લંબાઇ ૬૦૨.૦૦ રનિંગ મી.
– સ્પાનની સંખ્યા  ૧૦  ૨  ૨૦, સેન્ટ્રલ સ્પાન–૧ કુલ મળી ૨૧ સ્પાન
– સેન્ટ્રલ સ્પાનની લંબાઇ ૩૬.૦૦ રનિંગ મીટર
– સ્ટ્રોમ વોટરનાં નિકાલ માટે ૨–આર.સી.સી. બોક્ષ કલવર્ટની વ્યવસ્થા
– આર.સી.સી. વોલની લંબાઇ અંદાજીત ૧૬૮.૦૦ રનિંગ મી

રૂડાના ૨૨ ગામોની ૯૫.૧૪ કરોડની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (ડા) વિસ્તારના ૨૨ ગામો માટે પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ થશે, આ યોજના કુલ .૯૫.૧૪ કરોડના ખર્ચે સાકાર થઇ છે અને તેનો લાભ આશરે ૧.૫૦ લાખ લોકોને મળશે. ડા વિસ્તારમાં કુલ ૪૮ ગામોમાંથી ૨૨ ગામોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મળેલ ગ્રાન્ટમાંથી આ પ્રોજેકટ પૂર્ણ થયેલ છે અને તેનાથી અંદાજે ૧.૫૦ લાખ લોકોને પીવાનું પાણી ઉપલબ્ધ બનશે. આ પ્રોજેકટ હેઠળ વિવિધ હેડ વર્કસ એટલે કે પાણી સંગ્રહ અને પુરવઠાના કામો અને કુલ ૮૭ કિ.મી. આ પ્રોજેકટમાં પાઇપલાઇન નેટવર્ક બીછાવવામાં આવ્યું છે. ગૌરીદડ ગામમાં ૨૫ એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બાંધવામાં આવ્યો છે

વોટર વર્કસના ચાર પ્રોજેકટનું લોકાર્પણ
કેન્દ્ર સરકાર અને રાય સરકારના સહભાગીતાવાળી આ અગત્યની યોજનામાં નીચે મુજબના કામો હાથ ધરવામાં આવેલ છે જેમાં વોટર વર્કસના ચાર પ્રોજેકટ કુલ .૯૦.૪૧ કરોડના ખર્ચે સાકાર કરાયા છે અને તેના લાભાર્થીઓની સંખ્યા કુલ સંખ્યા આશરે ૪.૮૦ લાખ છે. અમૃત મિશન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કુલ .૯૦.૪૧ કરોડના ખર્ચે જેટકો ચોકડી ખાતેના ૫૦ એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાઈપલાઈન અને પમ્પિંગ સ્ટેશનના કુલ ચાર પ્રોજેકટના લોકાર્પણ થવાથી આશરે કુલ ૪.૮૦ લાખ જેટલા લોકોને પીવાના પાણીની સુવિધાથી આવરી લઇ શકાશે


૧૦.૨૦ કરોડના ખર્ચે ૧૯૩ આવસના ડ્રો
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ગોકુલનગર વિસ્તારમાં બનાવવામાં આવેલ આવાસ યોજનામાં ખાલી પડેલા આવાસો અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ પામેલ સ્માર્ટ ઘર–૪બી (પૂ.રવિશંકર મહારાજ ટાઉનશિપ) યોજનાના ૧૯૩ આવાસોનો ડ્રો થવાથી સાગરનગર અને બેટ દ્રારકા સ્લમના લાભાર્થીઓને ઘરનું ઘર મળશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application