રાજકોટની ભાગોળે કાલાવડ રોડ પર લોધિકા તાલુકાના હરિપર પાળ ગામે બે આહીર પરિવાર વચ્ચે મારમારી થઈ હતી જેમાં છને ઇજા પહોંચી હતી.કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.જે અંગે સામસામી પોલીસ ફરિયાદ નોંધવવામાં આવી છે.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, લોધિકા તાલુકાના હરીપર પાળ ગામે રહેતા કાથડભાઈ સામંતભાઈ વિરડા(ઉ.વ ૭૨) નામના વૃદ્ધે મેટોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હરીપર પાળ ગામે રહેતા જયદેવ ભીખુભાઈ ડાંગર, સુભાષ પ્રભાતભાઈ ડાંગર, રણજીત તથા પડધરીના ઈશ્વરીયા ગામે રહેતા ઘનશ્યામ ઉર્ફે ઘનો ડાંગર તેમજ બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે.
વૃદ્ધિ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૩૧૮ ના બપોરના સમયે તે તથા તેમનો પુત્ર પ્રકાશ અને પત્ની રસીલાબેન ઘરે હતા દરમિયાન જયદેવ, સુભાષ,ઘનશ્યામ અને રણજીત સ્કોર્પિયો કાર લઇ અહીં આવ્યા હતા અને જોર જોરથી હોર્ન વગાડતા હોય જેથી વૃદ્ધ બહાર જઈ શું થયું છે તેમ પૂછતા જયદેવ ધોકો લઈને નીચે ઉતર્યેા હતો અને કહ્યું હતું કે, પ્રકાશ કયાં છે તે કેમ સુભાષ સાથે માથાકૂટ કરે છે? તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો. વૃદ્ધ સમજાવા જતાં જયદેવે એકદમ ઉશ્કેરાઇ માથામાં ધોકો મારી દીધો હતો જેથી વૃદ્ધે બુમાબુમ કરતા તેનો પુત્ર પત્ની અને પાડોશમાં જ રહેતા મોટાભાઈ કાળુભાઈ સામતભાઈ વિરડા સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા. દરમિયાન રણજીત ડાંગર ઈંટનો છૂટો ઘા કરતા કાળુભાઈને માથામાં ઇજા પહોંચી હતી તેમજ સુભાષે ધોકા વડે મારમાર્યેા હતો ત્યારે ફરિયાદીના પત્ની રસીલાબેન વચ્ચે પડતા તેમના હાથમાં ઇજા પહોંચી હતી. બાદમાં આ શખસોએ ફરિયાદીના પુત્ર પ્રકાશને પણ મૂઢ મારમાર્યેા હતો અને ધમકી આપતા હતા કે, હવે પછી માથાકૂટ કરશો તો જીવતા નહીં જવા દઈએ દરમિયાન બે અજાણ્યા શખસો આવ્યા હતા અને તેમણે પણ મારકૂટ કરી હતી.
હત્પમલામાં વૃદ્ધને ઈજા પહોંચી હોય તેને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં યારે તેમના મોટાભાઈ કાળુભાઈને સારવાર માટે મેટોડા હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, તેમના પુત્ર પ્રકાશ સાથે ગામમાં રહેતા સુભાષ ડાંગરને કોઈ કારણોસર બોલાચાલી થઈ હોય જે વાતનો ખાર રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો.
સામાપક્ષે જયદેવ ભીખાભાઈ ડાંગર(ઉ.વ ૩૩) દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રકાશ કાથળભાઈ વિરડા, કાથડ વીરડા, પ્રભાત ઉર્ફે મુન્ના વીરડા અને કાળુ સામંતભાઈ વીરડાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી પ્રકાશને અગાઉ ફરિયાદીના કુટુંબીભાઈ સુભાષ સાથે માથાકૂટ થઈ હોય પરંતુ એક જ ગામના હોવાથી સમાધાન કરી લીધું હતું. દરમિયાન આરોપીઓએ યુવાનની સ્કોર્પિયો ઉભી રખાવી કેમ અમારી સાથે માથાકૂટ કરો છો? તેમ કહી ધોકા વડે યુવાન પર હત્પમલો કરી માથામાં ઇજા પહોંચાડી હતી તેમજ ફરિયાદીના ભાઈ સુભાષને પણ માર માર્યેા હતો તેમજ સ્કોર્પિયોમાં તોડફોડ કરી હતી. જે અંગે યુવકની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application3 વર્ષ સુધી યૌન શોષણ કરી, 4 વખત ગર્ભપાત કરાવી ત્યકતાને તરછોડી દીધી
May 10, 2025 10:26 AMનૈઋત્યનું ચોમાસુ મંગળવારે બંગાળની ખાડી, અંદામાન -નિકોબારમાં એન્ટ્રી લેશે
May 10, 2025 10:21 AMવિરાટ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય
May 10, 2025 10:14 AMરાજકોટ,સુરેન્દ્રનગર, બોટાદ સહિત રાજ્યના 12 નાયબ મામલતદારોને પ્રમોશન,વાંચો લીસ્ટ
May 10, 2025 10:01 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech