ઉપલેટાના વડાળીમાં પાડોશીઓ વચ્ચે મારામારી: મહિલા સહિત છ વ્યકિતને ઇજા

  • November 27, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા તાલુકાના વડાળી ગામ પાડોશમાં રહેતા બે પરિવાર વચ્ચે અગાઉની અદાવત સબબ મારામારી થઈ હતી. જેમાં મહિલા સહિત છ શખસોને ઇજા પહોંચી હતી. આ અંગે ભાયાવદર પોલીસ સામસામી ફરિયાદના આધારે ૧૦ શખસો સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ઉપલેટા તાલુકાના વડાળી ગામે રહેતા હનીફ જુમાભાઈ જુણેજા(ઉ.વ ૪૭) દ્રારા ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા હત્પસેન હાજીભાઈ જુણેજા, સદામ હત્પસેનભાઇ જુણેજા, જાવીદ કાળાભાઈ જુણેજા,કાળા હાજીભાઈ જુણેજા, દીલા કાળાભાઈ જુણેજા, સિદી હાજીભાઈ જુણેજા, સિરાજ સિદીભાઈ જુણેજા અને સમીર સીદીભાઈ જુણેજાના નામ આપ્યા છે.
હનીફભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજના તેઓ ઘરે હતા ત્યારે ઘર બહાર આઇસરનો અવાજ આવતા બહાર જઈ જોતા પાડોશમાં રહેતા હત્પસેન જુણેજા આઇસર લાવ્યા હતા અને ઘરની બહાર બેલાનો ઓટો બનાવ્યો હોય જેમાંથી કેટલાક બેલા દૂર કર્યા હતા જેથી હનીફ ભાઈએ કહ્યું હતું કે,આઇસર જતું રહે પછી બેલા સરખા મૂકી દેજો આમ કહેતા તેઓને સા લાગ્યું ન હતું થોડીવાર બાદ હત્પસેનભાઇએ સાદ પાડી ફરિયાદીને બહાર બોલાવ્યા હતા બાદમાં અહીં હત્પસેન તેનો દીકરો સદામ જાવીદ, કાળા સહિતનાઓએ મળી તારો ઓટો કાઢી નાખજે નહીંતર રહેશે નહીં તેમ કહી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યેા હતો તેમજ હત્પસેને છરી કાઢી મારવા જતા હનીફ ભાઈને આંગળીમાં ઇજા પહોંચી હતી. દરમિયાન તેમના પરિવારજનો આવી જતાં વધુ મારમાંથી બચાવ્યા હતા.થોડીવાર બાદ હનીફભાઈ ઘરની બહાર બેઠા હતા ત્યારે દિલા, સિદી, સિરાજ, સમીર સહિતનાઓ અહીં આવ્યા હતા અને ગાળો આપી કહેતા હતા કે તારા લીધે અમારી જમીન બે વર્ષથી પડતર છે અને વાવવા મળતી નથી તેમ કહી ઢીકાપાટૂનો માર માર્યેા હતો આ સમયે હનીફભાઈનો પુત્ર અજીમ તથા તેમના મોટાભાઈ હાનભાઈ અહીં આવતા તેમને પણ આ લોકોનો મારમાર્યેા હતો. હત્પમલામાં હનીફભાઈને વધુ ઇજા પહોંચી હોય તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બાદમાં જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા.
હનીફભાઈએ આ અંગે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, તેમને પાડોશમાં રહેતા હત્પસેનભાઇ સાથે બે વર્ષથી ગામની સીમમાં આવેલી જમીનમાં ચાલવાના રસ્તા બાબતે તેમજ પાણી પીવડાવવા બાબતે વાંધો ચાલતો હોય દરમિયાન ગઈકાલ ઓટાના બેલા બાબતે બોલાચાલી થતાં આ હત્પમલો કરવામાં આવ્યો હતો.આ અંગે પોલીસે આરોપીઓ સામે રાયોટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
સામાપક્ષે વડાળી ગામમાં જ રહેતા રોશનબેન હત્પસેનભાઇ જુણેજા(ઉ.વ ૪૫) દ્રારા નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે હનીફ જુમાભાઇ જુણેજા અને હાનજુમાભાઈ જુણેજાના નામ આપવામાં આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે બે વર્ષ પૂર્વે જમીન બાબતે તેઓને પાડોશી સાથે વાંધો ચાલતો હોય દરમિયાન ગઈકાલે ફરિયાદીના પતિ આઇસર વાહન લઈને આવ્યા હોય અને હનીફ ભાઈના ઓટાના બેલા દૂર કરતાં તેને સાં લાગ્યું ન હતું અને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા જેથી ફરિયાદી વચ્ચે પડતા તેમને ધક્કો મારી પછાડી દીધા હતા તેમજ ફરિયાદીના ભત્રીજા જાવીદને પણ મૂઢ મારમાર્યેા હતો બાદમાં ફરિયાદી તથા તેમના દેરાણી વાડા બાજુ જતા હતા ત્યારે હનીફ અને હાને આ બાજુથી ચાલતા નહીં ઓટાનું એક પણ બેલું અડતા નહીં નહિતર સારાવટ નહીં રહે તેમ કહી ગાળો આપી અને મારવા દોડયો હતો જેમાં ફરિયાદીના દેરાણીને ઇજા પહોંચી હતી જે અંગે પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News