ધોરાજી પંથકમાં છ માસની ઉંમરે માતાની હત્પફં ગુમાવીને બાદ દાદી અને પરદાદી પાસે ઉછરી રહેલી ૧૭ વર્ષની સગીરા ઉપર સગા પિતાએ દુષ્કર્મ આચર્યાના કેસમાં ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટિ્રકટ એન્ડ સેશન્સ જજ અલી હત્પસેન મોહીબુલ્લા શેખે હવસખોર પિતાને આજીવન કેદનો હત્પકમ ફરમાવ્યો છે.
ધોરાજી પંથકમાં રહેતા એક શખ્સ સામે તેની સગીર વયની સગી દીકરીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ નોંધાવવા માટે આરોપીની દાદી એટલે કે ભોગ બનનારની પરદાદી સાથે પોલીસ સ્ટેશન ગયેલા હતા. ભોગ બનનારની આપવીતી એવી હતી કે તેની સગી માતા તે માત્ર છ માસની હતી ત્યારે અવસાન પામી હતી. અને આ ભોગ બનનાર પોતાના દાદી અને પરદાદી સાથે રહેતા હતા. (અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આરોપી સામે જે તે વખતે પણ પોતાની પત્નીને આત્મહત્યાનું દુષ્પ્રેરણ કરવાની ફરિયાદ થયેલી) આરોપી બીજા લ કરીને નવા પત્ની સાથે તે જ ગામમાં અલગ રહેતો હતો. દરમિયાન ભોગ બનનાર પુત્રીને નરાધમ પિતાએ પોતાની ઘરે બોલાવી રાત્રિના સમયે પોતાની સાથે સુવડાવી બે વખત દુષ્કર્મ આચયુ હતું. જે અંગે સગીરાએ પરદાદીને વાત કરતા પરદાદીએ પુત્રીને હવસનો શિકાર નહિ બનાવવા કહી ઠપકો આપતા નરાધમે મારી દીકરી છે, મારે તેની સાથે જે કરવું હોય તે કં આવું કહી વારંવાર સગીર પુત્રીને હવસનો શિકાર બનાવતો હતો. પરિવારના સભ્યો દ્રારા અટકાવવામાં આવે તો તે ગમે તેને મારકૂટ કરી લેતો હતો અને ભય પેદા કરતો હતો. અંતે હવસ ભૂખ્યા પિતાથી કંટાળી ગયેલી સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે ભોગ બનનાર સગીરાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યેા હતો. જે કેસમાં તપાસ અધિકારી પીએસઆઇ કે.એમ. ચાવડાએ આરોપી વિદ્ધ પૂરતો પુરાવો મળતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કયુ હતું. જે કેસમાં અદાલત દ્રારા ગુનાની ગંભીરતા ધ્યાને લઇ આરોપીને જામીન મુકત કરવામાં નહિ આવતા આખી ટ્રાયલ દરમિયાન આરોપી જેલમાં જ રહ્યો હતો.
જે કેસ ધોરાજી સેશન્સ કોર્ટમાં ચાલવા દરમિયાન આરોપી તરફે એવો બચાવ લેવામાં આવ્યો હતો કે સગીર વયની ભોગ બનનારને અન્ય વ્યકિત સાથે પ્રેમ સંબધં હતો અને આ પ્રેમ સંબધં અંગે ઠપકો આપતા ભોગ બનનારે તેના જ પિતા સામે ખોટી ફરિયાદ દાખલ કરી છે. જે ફરિયાદ મોડી કરવામાં આવેલી છે. તેથી તે ફરિયાદને વિશ્વસનીય ગણી શકાશે નહીં. યારે સરકાર પક્ષે પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય પારેખ દ્રારા દલીલ કરવામાં આવી હતી કે કોઈ વ્યકિત પોતાના પિતા સામે આટલી હીન કક્ષાની ખોટી ફરિયાદ ન કરે, આરોપીના પક્ષ તરફથી ભોગ બનનારની પરદાદી એટલે કે આરોપીની દાદીની ઉલટ તપાસમાં એ પણ ખુલેલું હતું કે, ભોગબનનારની પરદાદીએ આ બનાવ બનતા નજરે જોયેલો હતો. સામાન્ય રીતે દુષ્કર્મના કેસમાં નજરે જોયેલા સાક્ષી હોઈ શકે નહીં. પરંતુ આરોપી તમામ મર્યાદા વટાવી જાય અને કુટુંબના સભ્યોની હાજરીમાં જ આ દુષ્કર્મનું કૃત્ય આચારતો હતો તે અટકાવવા માટે ભોગ બનનારની પરદાદીએ પ્રયત્ન પણ કર્યેા હતો. યારે સરકાર પક્ષે વિશેષ રજૂઆત કરવામાં આવેલી હતી કે યારે રક્ષક પિતા જ ભક્ષક બની ગયા હોય ત્યારે પોતાના હક્ક વિશે ભોગ બનનારને કોઈ વિશેષ માહિતી ન હોય. અને પરદાદીની જુબાનીમાં એ હકીકત પણ ખુલવામાં આવેલી હતી કે આરોપી પોતાના દાદીને પણ માર મારતો હોવાનું રેકર્ડ ઉપર આવ્યા અંગેની દલીલો પણ કરવામાં આવી હતી. યારે પોલીસ તરફે આરોપી સામે પત્ની અને ભોગ બનનાર સગીરાની માતાને મરવા મજબુર કરવા સહિતના અગાઉ નોંધાયેલા અલગ–અલગ નવ ગુનાની ફરિયાદની પ્રમાણિત નકલ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી હતી. એડિશનલ ડિસ્ટિ્રકટ એન્ડ સેશન્સ જજ અલી હત્પસેન મોહીબુલ્લા શેખે સરકાર પક્ષે કરવામાં આવેલી દલીલો, રજૂ રાખવામાં આવેલા ઉચ્ચ અદાલતના ચુકાદા અને પોલીસ પેપર્સને ધ્યાને લઈ સગીર પુત્રી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પિતાને આજીવન કેદની સજા અને દડં તેમજ ભોગ બનનારને વળતર ચૂકવવા હત્પકમ કર્યેા છે. આ કેસમાં સરકાર પક્ષે પબ્લિક પ્રોસિકયુટર કાર્તિકેય પારેખ રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાતુશ્રી કેસર ઓર્ગેનિક ફાર્મના લક્ષ્મણભાઈ પટેલની ફાર્મ ટુ હોમ યાત્રા પહોંચી વિદેશ સુધી
December 23, 2024 10:33 AMમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech