હાલ ધારી પંથકમાં રહેતી ૨૦ વર્ષની યુવતીએ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં પોતાના પાલક પિતા સામે ધમકી આપી મારકૂટ કરી દુષ્કર્મ આચાર્ય અંગેની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી ૧૨ વર્ષની હતી ત્યારે માતાની ગેરહાજરીમાં પિતાએ મારકૂટ કરી બદકામ કયુ હતું. છ માસ પૂર્વે યુવતીના લ થયા બાદ પણ પાલક પિતા બિભત્સ માંગણી કરતો હોય અંતે આ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના સામે આવતા સાવકી પુત્રી પર દુષ્કર્મ આચરનાર પાલક પિતા પ્રત્યે ફિટકારની લાગણી વરસી જવા પામી છે.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, હાલ ધારી પંથકમાં રહેતી ૨૦ વર્ષની યુવતીએ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના પાલક પિતાનું નામ આપ્યું હતું. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની માતાએ બીજા લ કર્યા હતા. આ સમયે યુવતી ૧૨ વર્ષની હોય તેની માતાની ગેરહાજરીમાં તેનો પાલક પિતા તેની સાથે મારકૂટ કરી મારી નાખવાની ધમકીઓ આપી અડપલાં કરતો હતો.બાદમાં એક વખત તે ઘરે એકલી હતી ત્યારે તેના પાલક પિતાએ ધમકાવી તેના પર દુષ્કર્મ આચયુ હતું. ત્યારબાદ અવારનવાર માતાની ગેરહાજરીમાં પાલક પિતા બદકામ કરતો હતો. છ માસ પૂર્વે યુવતીના ધારી પંથકમાં રહેતા યુવાન સાથે લ થઈ ગયા હોય છતાં પાલક પિતાએ તેનો પીછો છોડો ન હતો. તે અવારનવાર તેની પાસે બિભત્સ માંગણીઓ કર્યે રાખતો હતો જેથી પાલક પિતાના આ ત્રાસથી કંટાળી જઇ અંતે યુવતીએ પિતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી વિદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે. સગીર દીકરી પર નજર બગાડી દુષ્કર્મમાં આચર્યાની આ ઘટનાને લઇ બદકામ કરનાર પાલક પિતા પ્રત્યે ફિટકારની લાગણી વરસી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ગત રાતે સઘન ચેકીંગ..
July 04, 2024 03:09 PMરાજકોટમાં કોઠારીયા રોડ પર મહાદેવના મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી રોકડ રકમ ગાયબ
July 04, 2024 03:00 PMકોંગ્રેસ-આપ વચ્ચે પડ્યા ફાંટા, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે...
July 04, 2024 02:56 PMઉપલેટા બાદ રાજકોટમાં નોંધાયો કોલેરાનો કેસ, પાણીના લેવાયા નમૂના
July 04, 2024 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech