ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટમાં પિતા–પુત્રને સોસાયટીના પ્રમુખ સહિતનાએ માર માર્યેા

  • March 30, 2024 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના લમીનગર મેઇન રોડ પર ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટમાં પાકિગમાં વાહન રાખવાના નિયમો બાબતેની ચર્ચા થઈ રહી હતી ત્યારે અહીં લેટમાં રહેતા વૃધ્ધ અને તેના આર્ટીટેક પુત્રને સોસાયટીના પ્રમુખ તથા અહીં રહેતા પિતા–પુત્રએ મળી મારમાર્યેા હતો અને ધમકી આપી હતી કે, આજે તો પતાવી જ દેવો છે આ અંગે માલવનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં લમીનગર મેઈન રોડ પર ફિલ્ડ માર્શલ વાડીની બાજુમાં ત્રિવેણી સંગમ એપાર્ટમેન્ટમાં રહેતા નીતિન કુમાર બાબુલાલ મકાતી(ઉ.વ ૬૦) દ્રારા નોંધવામાં આવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે સચિન ભાલોડીયા, સોસાયટીના પ્રમુખ ધીરજલાલ અમરસિંહભાઈ ઝાલરીયા, અને જયંતી ભાલોડીયાના નામ આપ્યા છે.

વૃદ્ધે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના ૧૦:૩૦ વાગ્યે આસપાસ તેઓ ગેલેરીમાં હતા ત્યારે પાકિગમાં અન્ય લોકો વાત કરતા હતા ત્યારે અહીં પાકિગમાં વાહન રાખવા બાબતેની વાતચીત કરવા વૃદ્ધ તથા તેમનો આર્કીટેક પુત્ર પાર્થ બંને નીચે ગયા હતા. દરમિયાન વૃધ્ધના પુત્ર પાર્થે કહ્યું હતું કે, જે નિયમો સોસાયટીએ બનાવ્યા છે તેનું પાલન કયાં થાય છે અને આ બાબતે પાર્થે નિયમની કોપી સચિનને બતાવતા તેણે ઉશ્કેરાઇ લાફો મારી દીધો હતો. જેથી પુત્રને બચાવવા નીતિનકુમાર વચ્ચે પડતા ત્રણેય આરોપીઓ પિતા–પુત્ર બંનેને ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા. દરમિયાન અહીં લેટના અન્ય લોકો આવી જતા બંનેને વધુ મારામાંથી બચાવ્યા હતા.
આ સમયે જયંતીભાઈ કહ્યું હતું કે, આજે તો પતાવી જ દેવો છે બાદમાં આ મારામારીમાં પાર્થને નાકના ભાગે લોહી નીકળતું હોય તેનો ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application