મીઠાપુરમાં પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલો

  • December 18, 2024 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મંડળના મીઠાપુર ખાતે રહેતા જયેન્દ્રસિંહ હેમતસંગ વાઢેર નામના 57 વર્ષના ગરાસીયા પ્રૌઢને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના ધર્મપત્નીએ મીઠાપુર પોલીસને કરી છે.


ભાણવડમાં જૂની અદાવતનો ખાર રાખીને પાંચ શખ્સો દ્વારા હુમલો

ભાણવડ તાલુકાના કાટકોલા ગામની સીમમાં રહેતા પ્રકાશભાઈ હમીરભાઈ કરંગીયા નામના 35 વર્ષના યુવાન સાથે જૂની અદાવતનો ખાર રાખીને આરોપી હેમત સવા રાવલીયા, લખમણ જગા રાવલીયા, ભરત લખમણ, મયુર દેવાયત રાવલીયા અને રાજુ હેભા રાવલીયા નામના પાંચ શખ્સોએ હુમલો કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તેમજ તેમના ટ્રેક્ટરમાં રૂપિયા 25,000 ની નુકસાની કર્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.


ઓખા વિસ્તારમાંથી ભંગારની ચોરી

ઓખા મંડળના બર્માસેલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા સુરેશભાઈ બટુકભાઈ મકવાણા નામના 34 વર્ષના યુવાને પોતાના ઘર પાસેના ભંગારના વાડામાં રાખેલો વિવિધ પ્રકારનો રૂ. 3,000 ની કિંમતનો 60 કિલો ભંગાર ચોરી થયાની ધોરણસર ફરિયાદ ઓખા મરીન પોલીસમાં નોંધાઈ છે. આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રહીશ એવા શનિ અજીતભાઈ રાઠોડ નામના શખ્સની અટકાયત કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application