જસદણમાં જુના બસ સ્ટેશન નજીક આવેલ શરમાળીયા દાદા મંદિરના પ્રૌઢ સાધુ પર મોડી રાત્રીના સમયે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા સાધુ સમાજ અને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનામાં મંદિરના સાધુને અસામાજિક તત્વો દ્વારા ઢોરમાર મારી ઢસડી ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવતા લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે જસદણની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સવારે આ ઘટનાની જાણ થતા સાધુ સમાજ સહિતના હિન્દુ સંગઠનો મંદિર ખાતે દોડી ગયા હતા અને હુમલાખોરોને પકડી પાડી આકરી સજા કરવામાં આવે તેવી માંગ સાથે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાના પગલે ભક્તજનો અને સેવકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા અને અજાણ્યા અસામાજિક તત્વો સામે રોષ ઠાલવ્યો હતો. બાદમાં આ ઘટના અંગે જસદણ પોલીસ મથકમાં જાણ કરાતા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે આ હુમલાના બનાવમાં ક્યાં કારણોસર સાધુ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો તેનું સ્પષ્ટ કારણ હજી સુધી બહાર આવ્યું નથી.
સાધુને મોઢા પર પથ્થરના ઘા મારી ઢસડ્યા પણ હતા
શરમાળીયા દાદા મંદિરના બાપુની ઉંમર અંદાજે ૧૦૦ વર્ષ કરતા વધુ છે. તેમને ગત રાત્રીના કોઈ આવારા તત્વોએ ઢોરમાર માર્યો છે. બાપુનું એવું કહેવું છે કે તે લોકોએ તેમને મોઢા પર પથ્થરના ઘા માર્યા છે. જેના કારણે બાપુને મોઢા પર અને નાકમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. અમને આ ઘટનાની જાણ થતા અમે તાત્કાલિક મંદિરે દોડી ગયા હતા અને બાપુને ૧૦૮ની મદદથી સારવાર માટે ખસેડ્યા હતા.
લુખ્ખા તત્વોને પકડી પાડી તેનું સરઘસ કાઢી સરભરા કરવી જોઇએ: હિન્દુ સૌરાષ્ટ્ર સંગઠન
આજે આ ઘટનાની અમને જાણ થઈ કે જસદણમાં ૧૦૦ વર્ષ કરતા વધુ ઉંમરના સાધુ પર હુમલો થયો છે. જેથી અમે તાત્કાલિક મંદિરે પહોંચી ગયા હતા અને જોયું તો તે સાધુ ચાલી શકે તેવી કોઈ પરિસ્થિતિમાં ન હતા. છતાં લુખ્ખા તત્વોએ તેમના પર હુમલો કર્યો હતો અને ઢસડીને બેફામ ઢોરમાર માર્યો હતો. જેથી આવા લુખ્ખા અસામાજિક તત્વોને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક પકડી પાડવામાં આવે અને ચોકે-ચોકે તેમનું સરઘસ કાઢી જાહેરમાં સરભરા કરવામાં આવે જેથી તેને ખબર પડે કે સાધુ પર હુમલો ન કરાય. આ લુખ્ખા તત્વોએ મંદિરમાં ઘૂસીને સાધુ પર હુમલો કર્યો તે ગંભીર બાબત ગણી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech