ચોટીલા રાજકોટ હાઇવે ઉપર મોલડી પાસે ગત રાત્રે પીકઅપ વાન સાથે ટ્રક ધડાકાભેર અથડાતા ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી. ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ચાર મહિલાઓનાં કણ મોત નિપયાં હતા જયારે ૧૬થી વધુ વ્યકિતઓને નાની મોટી ઇજાઓ થતાં ચોટીલા અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ગમખ્વાર દુર્ઘટના અંગે પ્રા માહિતી અનુસાર લીમડીનાં સીયાણી ગામનાં દેથળીયા કોળી પરિવારનાં ૨૦ જેટલા વ્યકિતઓ પીક અપ નં – જી . જે. ૧૩ એટી ૨૮૬૬ માં બેસીને પિતૃકાર્ય માટે સોમનાથ જવા નિકળ્યો હતો જે રાત્રીનાં ૧૧:૩૦ થી ૧૨:૦૦ ના અરસામાં મોલડી પાસે પહોંચતા ડીવાયડર તોડી બનાવાયેલ બિન અધિકૃત ક્રોસિંગમાંથી મહારાષ્ટ્ર્ર પાર્સિગનો ઘસમસતો ટ્રક એકાએક આવી ચડતા ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો જેમાં પીક અપ માં બેસાલા તમામ ને નાની મોટી ગંભીર ઈજાઓ પહોંચતા ચીચીયારી ગુંજી ઉઠેલ હતી અને ફરી ચોટીલા હાઇવે રકતરંજીત બન્યો હતો.
અકસ્માત ની ઘટના બનતા આસપાસની હોટલોમાં રહેલ લોકો દોડી આવ્યા હતા અને પીક અપ મા રહેલ તમામ ઇજાગ્રસ્તોને બહાર ખસેડી ચોટીલા હોસ્પિટલ ખસેડવા તજવીજ હાથ ધરી હતી અકસ્માત ને કારણે રાત્રીનાં રાજકોટ તરફ જતા ટ્રાફિકને અસર પહોચી હતી થોડા સમય માટે ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતા ચોટીલા પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ હતી અને ટ્રાફિક કલીયર કરાવવા માટે કામે લાગેલ હતી અને વાહાન સાઇડ કરાવી વાહાન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
૨૦ જેટલા તમામ ઇજાગ્રસ્તોને ચોટીલા હોસ્પિટલ સારવાર માટે ખસેડાતા ત્રણ મહિલાઓનાં ચોટીલા ખાતે અને એક નું રાજકોટ ખાતે કણ મૃત્યુ નિપયું છે. ધાર્મિક કાર્ય માટે જતા પરિવાર કાળનો કોળીયો બનતા શિયાણી ગામમાં ભારે ગમગીની છવાયેલ છે. બનાવની જાણ થતા કોળી સમાજનાં અગ્રણીઓ અને લોકો ચોટીલા હોસ્પિટલ દોડી આવ્યા હતા ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા છે જેમા હાલ ૧૭ જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હોવાની વિગતો સાંપડી છે.
અકસ્માત મરણજનાર તમામ મહિલાઓ સંબધમાં દેરાણી જેઠાણીઓ થતી હોવાનું જાણવા મળેલ છે. ત્યારે અકસ્માત સર્જી ચાર ચાર માનવ જીવનનો ભોગ લેનાર બેદરકાર ચાલક અકસ્માત બાદ ભાગી છુટયો છે જેની સામે લોકોનો રોષ જોવા મળેલ છે.
રાજકોટ સિવિલમાં સારવારમાં રહેલા ઇજાગ્રસ્તોના નામ
– ભુપતભાઇ રેથરીયા (ઉ.વ.૭૫)
– ગણપતભાઈ કાળુભાઇ (ઉ.વ.૪૬)
– ચિકાભાઈ શંકરભાઈ રેથરીયા (ઉ.વ.૬૨)
– મનજીભાઈ સગુભાઈ રેથરીયા (ઉ.વ.૬૫)
– દશરથભાઈ ગોબરભાઈ રેથરીયા (ઉ.વ.૪૬)
– રમેશ ઘનશ્યામભાઈ (ઉ.વ.૩૨)
– રાજનીબેન ખોડાભાઈ (ઉ.વ.૫૦)
– રાહુલભાઈ ખોડાભાઈ (ઉ.વ.૨૪)
– વિશાલ રાજુભાઈ (ઉ.વ.૧૨)
– માવજીભાઈ કાળુભાઇ (ઉ.વ.૫૦)
– બટુકભાઈ ગંગારામ (ઉ.વ.૫૪)
– ઘનશ્યામભાઈ લક્ષમણ (ઉ.વ.૬૦)
– કરમશીભાઈ દેવાભાઇ (ઉ.વ.૬૨)
– મંજુબેન કાળુભાઇ (ઉ.વ.૬૦)
– ગોબરભાઇ લક્ષમણભાઈ (ઉ.વ.૬૮)
– ગીતાબેન દશરથભાઈ (ઉ.વ.૪૫
નેશનલ હાઇવે, પોલીસની બેદકારી જવાબદાર
ગત રાત્રે ચાર મહિલાઓનાં મરણ નિપજાવનાર ગમખ્વાર અકસ્માત જે સ્થળે યોજાયેલ છે તે ડીવાયડર તોડી ગેર કાયદેસર બનાવાયેલ ક્રોસિંગમાંથી એકાએક આવી ચડેલ ટ્રકના ચાલકની બેદરકારીથી દુર્ઘટના બનેલ હોવાનું સૌ કહી રહ્યા છે. આવા બીન અધિકૃત ક્રોસિંગ ને સર્જાતા અકસ્માતમાં અનેક માનવીય જીંદગી હોમાઇ જતી હોવાનું કહેવાય છે જેના માટે પોલીસની મીઠી નજર અને નેશનલ હાઇવે ઓથોરીટી ની બેદકારી જવાબદાર હોવાનું લોકો કહી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું વજન ઓછું કરવા માંગો છો? તો સવારના નાસ્તામાંથી આજે જ હટાવી દો આ 5 વસ્તુ
January 22, 2025 12:19 PMઆ દેશની જેલમાં કેદીઓ ચાંદીનું કામ કરીને દર મહિને કમાય છે 3 લાખ રૂપિયા!
January 22, 2025 11:37 AMમહાપાલિકાઓ પાસેથી વર્ગ–૧–૨ના અધિકારીની ભરતીની સત્તા છિનવી લેવાઈ
January 22, 2025 11:35 AMનયારા એનર્જીએ મોબાઇલ હેલ્થ સર્વિસીઝનું ઉદ્ઘાટન કર્યું અને રેડિયોગ્રાફી ફેસિલિટીને અપગ્રેડ કરી
January 22, 2025 11:34 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech