કેશોદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ ત્રણ ઈચથી પાંચ ઈચ જેટલો વરસાદ પડતાં ખેતરોમાં મગફળીના પાકને પારાવાર નુકસાન થયું છે. ઘેલીચિત્રા નક્ષત્ર ભેસના વાહન સાથે દશમી ઓકટોબરથી બેસતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને લગભગ દરરોજ બપોર પછી પડતાં વરસાદથી કેશોદ પંથકમાં ખેતરોમાં મગફળીના તૈયાર પાક પર આફત વરસતાં ખેડુતોની માઠી બેઠી છે ત્યારે ખેડૂતોની મગફળી જે જમીનમાંથી બહાર કાઢવામાં આવી છે એવા ખેડૂતોને મગફળીના પાથરા પલળી જતાં ફુગાઈ ગયેલ છે તો અમુક વિસ્તારમાં તણાઈ ગયેલ છે. ઉપરાંત મગફળીના દાણામાંથી કોટા ફુટી જતાં ગુણવત્તા ઘટી ગઈ છે જે માત્ર સીંગતેલમાં પીલાણમાં વેચાઈ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કેશોદના આસપાસના વિસ્તારમાં વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થવાની સાથે જીવજંતુઓનો ઉપદ્રવ વધી જતાં આકસ્મિક ઘટના બનવાની સંભાવના વધી ગઈ છે. ખેતરોમાં મગફળી કાઢી લીધાં બાદ વરસાદ આવતાં ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જમીનમાં રહેલી મગફળી કાઢવા ટ્રેકટર કે અન્ય વાહનો ઉપયોગ થઈ શકે એમ નથી ત્યારે બળદો મારફતે ખેતીકામ જુજ ખેડૂતો કરી રહ્યાં છે એવામાં જમીનમાં રહેલી ઘણીખરી મગફળી સડી જવાની સંભાવના વધી રહી છે. ઘેલીચિત્રા નક્ષત્ર ભેસના વાહન સાથે વાયુમંડળમાં ન ધાયુ નુકસાન કરી રહેલ છે દરિયા કિનારે ગ્લોબલ વોમિગ બાદ વાતાવરણમાં અને ઋતુ ચક્રમાં થયેલા ફેરફારથી જે નુકસાન ઉભું થયું છે એમાં સર્ટિફાઈડ સુધરેલા બિયારણોથી વાવેતર કરી ઝડપી અને વધુ ઉત્પાદન મેળવવા કરેલા અખતરાઓ પડા પર પાટું બરાબર સાબિત થયું છે. કેશોદના અજાબ અગતરાય મેસવાણ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદની અસર વધારે જોવા મળી છે અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાબળી નદી અને ઓઝત નદીમાં પાણીની આવક વધી જતાં પુર આવી ગયેલ છે. કેશોદ આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ પડતાં પરપ્રાંતીય શ્રમિકો ખેતમજુરીનું કામ નહિવત હોય પરત વતન તરફ ફરી રહ્યાં છે ત્યારે ખાનગી બસ ચાલકને ઘી કેળાં છે તંત્રની મીઠી નજર તળે ઘેટાં બકરાંની જેમ ઠાંસોઠાંસ ભરીને ગરીબ શ્રમજીવીઓનું શોષણ કરી રહ્યાં છે. છેલ્લ ા પંદરેક દિવસથી પડી રહેલા કમોસમી વરસાદથી મગફળી સોયાબીન તલના પાકની પારાવાર નુકસાનીનો ભોગ બનેલાં ખેડૂતો ઉપર આકાશમાં નજર કરી હવે ખમૈયા કરોની પ્રાર્થના કરી રહ્યાં છે
નોઝણવાવ ગામનાં ખેડૂતોએ તંત્ર સમક્ષ સહાયની માગણી કરી
કેશોદ પંથકમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના પાકને ભારે નુકશાન થયું છે ત્યારે નોઝણવાવ ગામનાં ખેડૂતો દ્વારા લેખિતમાં નાયબ કલેકટર અને મામલતદાર સમક્ષ આવેદનપત્ર આપી રજુઆત કરી હતી કે ખેતરોમાં મગફળી સોયાબીનતથા મગફળી પાક તૈયાર થઈ ગયો હતો એવામાં કમોસમી વરસાદ પડતાં પાકને ભારે નુકશાન થયું છે અને ઘાસચારો પણ બગડી ગયો છે. ખેડૂતોની મહેનત માથે પડી છે અને બિયારણ દવા ઉપરાંત ખેતમજૂરીની રકમ કમોસમી વરસાદ સાથે ધોવાઈ જતાં ખેડૂતો દેવદાર બની ગયા છે જેથી સરકાર દ્વારા અમોને સહાય ચુકવવામાં આવે એવી રજુઆત કરી હતી. કેશોદના નોઝણવાવ ગામનાં દોઢસો જેટલાં અસરગ્રસ્ત ખેડૂતો કેશોદ તાલુકા સેવા સદન ખાતે દોડી આવી જવાબદાર અધિકારીઓ સમક્ષ પોતાની આપ વીતી રજુ કરી તાત્કાલિક અસરથી સહાય આપવા માંગણી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાલુકા પોલીસ સ્ટેશન પાસે યુવાન પર હુમલા બાદ કટારીયા ચોકડી સુધી પીછો કરી માર માર્યેા
November 22, 2024 02:43 PMઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલા યુવકનો ફાંસો ખાઈ આપઘાત
November 22, 2024 02:42 PMઆજે તો તને છરી મારી જ દેવી છે, ભત્રીજાને ધમકી આપતા કાકા સમજાવવા જતાં છરી ઝીંકી
November 22, 2024 02:41 PMઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech