૮ મહિનાથી ધરણા પર બેઠેલા ખેડૂતોની દિલ્હી તરફ કૂચ

  • December 06, 2024 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પંજાબની ખનૌરી બોર્ડર પર છેલ્લા ૮ મહિનાથી ધરણા પર બેઠેલા ખેડૂતોનું એક જૂથ આજે દિલ્હી તરફ કૂચ કરવા જઈ રહ્યું છે. ખનૌરી બોર્ડર પર ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂતોએ દરેક ઘરમાંથી એક વ્યકિત આવવાની હાકલ કરી છે. ખેડૂતોની કૂચ માટે વહીવટીતત્રં સ થઈ ગયું છે. ગઈકાલે મોડી સાંજ સુધી પોલીસ પ્રશાસનની ઉચ્ચ સ્તરીય ટીમ અંબાલાની શંભુ બોર્ડર પર હાજર રહી હતી. આઈજી અંબાલા અને એસપી અંબાલાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તમામ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. બીજી તરફ, હરિયાણામાં દાતા સિંહ બોર્ડર પર સુરક્ષા દળોને ફરીથી એલર્ટ પર રાખવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ પંજાબના ખેડૂતોને દિલ્લી માર્ચથી રોકવા માટે વ્યૂહરચના તૈયાર કરી છે.
ખેડૂત નેતાઓ સર્વન સિંહ પંઢેર અને જગજીત સિંહ દલ્લેવાલના નેતૃત્વમાં ખેડૂતો તેમના 'દિલ્હી ચલો' આંદોલનના ભાગપે રાષ્ટ્ર્રીય રાજધાની તરફ કૂચ કરશે. પોતાના નિર્ણય વિશે વાત કરતા પંઢેરે કહ્યું, 'અમે છેલ્લા આઠ મહિનાથી અહીં બેઠા છીએ. અમારા પર અમારા ટ્રેકટરોને મોડીફાઈડ કરવાનો આરોપ હતો, તેથી અમે હવે પગપાળા દિલ્હી જવાનું નક્કી કયુ છે. તેમણે કહ્યું કે ખેડૂતોના આંદોલનને ખાપ પંચાયતો અને હરિયાણાના વેપારી સમુદાય સહિત વ્યાપક સમર્થન મળી રહ્યું છે.
ખેડૂતોએ તેમની ૧૨ માંગણીઓ રજૂ કરી છે, જેમાં લઘુત્તમ ટેકાના ભાવની કાનૂની ગેરંટી અને લખીમપુર ખેરી હિંસાના પીડિતો માટે ન્યાય મુખ્ય છે. શાંતિપૂર્ણ વિરોધ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યકત કરતાં પંઢેરે કહ્યું, હરિયાણા વહીવટીતંત્રે અમારા પર હથિયાર રાખવાનો આરોપ મૂકયો છે, પરંતુ અમે શાંતિપૂર્ણ રીતે કૂચ કરીશું.
જવાબમાં, હરિયાણા સરકારે અંબાલામાં કલમ ૧૪૪ હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે, જાહેર સભાઓ અને સરઘસો પર પ્રતિબધં મૂકયો છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અર્ધલશ્કરી દળોની તૈનાત, ડ્રોન અને વોટર કેનન્સ જેવી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
૬ ડિસેમ્બરે ખેડૂતોની દિલ્હી કૂચને લઈને પોલીસે અંબાલામાં કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે.
મોડી સાંજ સુધી આઈજી અંબાલા અને એસપી અંબાલા શંભુ બોર્ડરની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, મીડિયા સાથે વાત કરતા, એસપી અંબાલાએ સ્પષ્ટ્ર કયુ કે કોઈને પણ કોઈપણ કિંમતે કાયદો હાથમાં લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે એ પણ સ્પષ્ટ્ર કયુ કે ખેડૂતો દિલ્હી પોલીસની પરવાનગી હોય તો જ દિલ્હી જઈ શકે છે. એસપી અંબાલાએ પણ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ સંજોગોમાં કાયદાનું ઉલ્લંઘન ન કરે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News