ઝીરો પોઈન્ટ પર ખેડૂત ધરણા ખતમ કરાવાયા, અનેક નેતાની અટકાયત

  • December 05, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગ્રેટર નોઈડામાં યમુના એકસપ્રેસ વેના ઝીરો પોઈન્ટ પરથી ખેડૂત નેતાઓની અટકાયત કરવામાં આવી છે અને વહીવટીતંત્રે યમુના એકસપ્રેસ વેના ઝીરો પોઈન્ટથી ખેડૂતોના વિરોધને ખતમ કરી દીધો છે. તો બીજી તરફ ગૌતમ બુદ્ધ નગરમાં ખેડૂતોના આંદોલને ફરી નવો વળાંક લીધો છે, વિરોધ સ્થળેથી પોલીસે ખેડૂતોની અટકાયત કરી છે. ભારતીય કિસાન યુનિયન દ્રારા બોલાવવામાં આવેલી મહાપંચાયત બાદ આ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતો સ્થાનિક જમીન સંપાદન અને વળતરની વિસંગતતાઓ અને તેમના અધિકારો સંબંધિત મુદ્દાઓ પર વિરોધ કરી રહ્યા હતા.ગૌતમ બુદ્ધ નગરમાં ખેડૂતો અને વહીવટીતત્રં વચ્ચે ચાલી રહેલી મડાગાંઠને કારણે હવે રાજનીતિ બદલાઈ છે.
ખેડૂતોને કસ્ટડીમાં લીધા બાદ ઝીરો પોઈન્ટ પર વિરોધનો અતં આવ્યો હતો. સીએમ યોગી આદિત્યનાથે સ્પષ્ટ્ર કહ્યું કે અરાજકતા સહન કરી શકાય નહીં, બીજી તરફ ખેડૂતોની અટકાયત બાદ તનાવનું વાતાવરણ છે. તેને લોકતાંત્રિક અધિકારોનું ઉલ્લંઘન ગણાવતા ભારતીય કિસાન યુનિયનના પ્રવકતાએ કહ્યું કે લડત ચાલુ રહેશે, પ્રશાસને આંદોલનકારીઓ સાથે કામ કરવા માટે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. ગૌતમ બુદ્ધ નગરમાં ખેડૂતો અને વહીવટીતત્રં વચ્ચે ચાલી રહેલી મડાગાંઠને કારણે હવે રાયનું રાજકારણ પણ ગરમાયું છે.
અગાઉ પોલીસે સંયુકત કિસાન મોરચાના નેતાઓને મુકત કર્યા હતા જેમને સાંજે નોઈડામાં દલિત પ્રેરણા સ્થળ પર શાંતિ ભગં કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે અગાઉ ૧૬૦ લોકોની ધરપકડ કરી હતી, જો કે તેમાં ઘણા વૃદ્ધો, મહિલાઓ અને બીમાર લોકોને બોન્ડ પર મુકત કરવામાં આવ્યા હતા. ખેડૂત નેતા રાકેશ ટિકૈતની ગેરહાજરીમાં, તેમના પુત્ર ગૌરવ ટિકૈતે મહાપંચાયતને સંબોધિત કરી હતી, જો કે, રાકેશ ટિકૈત સાંજે પોલીસને ચકમો આપીને પંચાયત સ્થળ પર પહોંચવા માટે યમુના એકસપ્રેસ વે પર દોડી ગયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News