ખેડૂતે ખાતેદારનું પ્રમાણપત્ર રીન્યુ કરવા ધરમના ધક્કા

  • December 13, 2023 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જા બીલાડી મોભામોભ જેવી સ્થિતિનું નિર્માણ: આપના જિલ્લા પ્રમુખ દ્વારા કરાઇ રજુઆત

જામનગર તાલુકાના ખેડુતોને ખેડૂત ખાતેદાર ચાલુ રહેવા માટેના પ્રમાણપત્ર કઢાવવા ગ્રામ્ય મામલતદાર કચેરી, ગ્રામ્ય પ્રાંત અધિકારીની કચેરી તથા કલેકટર કચેરી દ્વાા ખો-ખો દાવ આપવામાં આવતા ખેડુતોને ધરમના ધકકા.. આ અંગે તાકીદે ઘટતુ કરવા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડએ કરી છે.
જામનગર તાલુકાના ખેડુતોને ખેડૂત ખાતેદાર ચાલુ રહેવા માટેના પ્રમાણપત્ર કે જે ખેડૂતે પોતાની ખેડૂત ખાતેદાર તરીકેની છેલ્લી જમીન વહેંચી નાખી હોઇ અને પછીના ર વર્ષમાં ખેતીની જમીન ખરીદ કરવા માંગતા હોઇ તેના માટે ર વર્ષ માટેના ખેડુત ખાતેદાર ચાલુ રહેવા માટે પ્રમાણપત્ર સરકારી નિયમો મુજબ કઢાવવું ફરજીયાત હોઇ તેના માટે ગ્રામ્ય મામલતદાર કચેરી, ગ્રામ્ય પ્રાંત અધિકારીની કચેરી તથા કલેકટર કચેરીના માત્રને માત્ર સંકલન અભાવે ખેડૂતોને ત્રણે કચેરીએ આશરે છેલ્લા ત્રણ માસથી કામગીરી સદંતર બંધ છે જેના કારણે ખેડુતોના જમીન ખરીદીના દસ્તાવેજ અટકી ગયા છે. અને જામનગર ગ્રામ્ય વિસ્તારએ કૃષિ મંત્રી અને ખેડૂત નેતા રાઘવજીભાઇ પટેલનો મતવિસ્તાર પણ હોઇ તો તાત્કાલિક કલેકટરએ કચેરીઓને સંકલન કરાવી સામાન્ય કહી શકાય તેવી આ કામગીરી વહેલી તકે પુન: ચાલુ કરવી જોઇએ તેથી વિસ્તારના ખેડુતોને ધરમના ધકકા બંધ થાય. આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application