તળિયાના ભાવ છતાં ડુંગળી વેચવા ખેડૂતો મજબૂર

  • January 24, 2024 06:23 PM 

ભાવનગર ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતે ગતરાતથી સવાર સુધીમાં સવાર સુધીમાં અંદાજે બે લાખ ગુણીની આવક નોંધાઈ હતી. યાર્ડ દ્વારા ડુંગળી લાવવાની મજૂરી આપવામાં આવતા માર્કેટિંગ યાર્ડ ખાતે મોડીરાત્રે ડુંગળી ભરેલા વાહનોની આવક શરૂ થઇ હતી. અને રોડ પર અંદાજે ત્રણ કિલોમીટર સુધીની લાઈનો લાગી હતી. જોકે હાલ ડુંગળીના ભાવ તળિયે હોવા છતાં ખેડૂતો ડુંગળી બગડી જવાની બીકે મજબૂરીથી વેચાણ અર્થે લઇને પહોંચ્યા હતા.


ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીએ સરકારની નીતિને લઇ આ વર્ષે ખેડૂતોને રડાવ્યા હતા. ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાયા બાદ અચાનક ડુંગળીના ભાવ તળિયે પહોંચી ગયા હતા. જે ડુંગળી સીઝનમાં ૭૦૦ સુધીના ભાવે વહેંચતી હતી. અને ખેડૂતોને સારા ભાવ મળતા હતા. તે ડુંગળીના ભાવ આ વર્ષે તળિયે પહોંચ્યા છે. ભાવનગર જિલ્લો સમગ્ર રાજ્યમાં ડુંગળી માટે હબ ગણાય છે. જેમાં ખાસ કરીને મહુવા તાલુકો ડુંગળી પકવવામાં અગ્રેસર સ્થાન ધરાવે છે. પરંતુ આ વર્ષે ડુંગળીની સીઝન પહેલા સરકાર દ્વારા ડુંગળી ખાવાવાળા વર્ગને ધ્યાને લઇ અને ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવતા ખેડૂતોની ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા હતા. ડુંગળીના પ્રતિબંધ મુદ્દે શહેર-જિલ્લાના મહુવા,પાલીતાણા,તળાજા,સિહોર સહિતના તાલુકામાં ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરી પ્રદર્શન પણ કરાયું હતું. છતાં કોઈ નિર્ણય આવ્યો ન હતો. ત્યારે ગતરાત્રી ભાવનગર ચિત્રા ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની મબલખ પ્રમાણમાં આવક થવા પામી હતી. ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતેથી ડુંગળી લાવવાની મંજૂરી આપવામાં આવતા રાતથી જ ડુંગળી ભરેલા વાહનોની કતારો લાગી હતી. અને બે-ત્રણ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. જોકે યાર્ડમાં ડુંગલીનો ભરવો થતા નારી ચોકડી ખાતે સબ યાર્ડ ઉભું કરવામાં આવ્યું હતું. અને ડુંગળીની બે લાખ ગુણી મબલખ આવક થવા પામી હતી. જોકે વર્તમાન સમયે ડુંગળીના ભાવ રૂપિયા ૧૦૦ થી ૨૮૦ સુધી આવી રહ્યાં છે. પણ હાલ ડુંગળી બગડી જવાની બીકે ખેડૂતો ડુંગળી વેચાણ અર્થે લાવવા મજબુર બન્યા છે. ત્યારે હવે સરકાર દ્વારા ડુંગળીના ભાવ મુદ્દે યોગ્ય નીતિ બનાવી અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application