ચોટીલામાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોમાં રોષ: આંદોલનની ચીમકી

  • July 04, 2023 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોટીલા વિસ્તારમાં યુરિયા ખાતરની અછત હોવાથી ખેડૂતોને ખાતર માટે આમ તેમ ભટકવાની વેદના વેઠવી પડી રહી હોવાની ફરિયાદ ઉઠી છે અને તાલુકો જાણી ધણી ધોરી વગરનો હોય તેવો ખેડૂતો આગેવાને વેદના વ્યક્ત કરી છે.
ચોટીલા પંથકમાં જોરદાર વરસાદ પડતા ખેડૂતોને કરેલ વાવણી અને બિયારણ તેમજ પાક ને બચાવવા ખાતરની જરૂરીયાત છે આવા સમયે યુરિયા ખાતરની કોઇ કારણોસર બજારમાં અછત સર્જાતા ખેડૂતો વાકાનેર, જસદણ કુવાડવા, રાજકોટ જેવા નજીકના વિસ્તારમાં ખાતર લેવા જાય છે અને ત્યાં પણ નહી મળતા નાણાં અને સમય નો વેડફાટ થાય છે.

​​​​​​​
 ખાતરની તંગી નિવારવા અને પુરતું ખાતર સમયસર મળી રહે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે  પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને ખેડૂત આગેવાન આંબાભાઇ ઓળકિયા એ ખાતર ની તંગી માટે તપાસ અને નિવારણ માટે સરકારમાં રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે તાલુકામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ મગફળી, કપાસ, જુવાર, બાજરા સહિતનાં ધાન્ય પાકનું વાવેતર કરેલ છે હાલ આ પાક ઉગી ને તૈયાર થયા છે જેને યુરિયા ખાતરની જરૂરીયાત ઉભી થયેલ છે પરંતું છેલ્લા દશ દિવસ થી તાલુકામાં ખાતર મળતું નથી એટલે ખેડૂતો ખાતર લેવા માટે નજીકના તાલુકામાં જાય છે.આ તાલુકો ધણી ધોરી વિનાનો છે નથી કોઈ રાજકીય આગેવાન મદદ કરતા કે નથી કોઈ અધિકારીઓ મદદ કરતા ખેડૂતોને અત્યારે યુરિયા ખાતરની તાતી જરૂરીયાત છે તાત્કાલિક યુરિયા ખાતર આપવામાં નહીં આવે તો વિસ્તારનાં ખેડૂતો ખાતર માટે સરકાર સામે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.ચોટીલા તાલુકાના ચુંટાયેલા નેતાઓ અને આગેવાનો વિસ્તારની અનેક લોક સમસ્યા છે જેના નિવારણ માટે જાગૃતતા દાખવી નિરાકરણ લાવે તેવી લોકમાંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application