સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો વાયરલ થાય છે, જેને જોઈને આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. તેમાંથી કેટલાક વીડિયોમાં 7 ફૂટ લાંબી છોકરી જોવા મળે છે, જેની સામે બધા લોકો વામન જેવા દેખાય છે, તો ક્યારેક 100 વર્ષથી વધુ ઉંમરની વૃદ્ધ મહિલા હજારો ફૂટની ઊંચાઈથી સ્કાય ડાઇવિંગ કરતી જોવા મળે છે. આ લોકોને જોઈને એવું લાગે છે કે શું ખરેખર આ શક્ય છે? પણ આ હકીકત છે. હાલમાં એક જ વિડીયો ઇનસ્ટાગ્રામ પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં 7 ફૂટ લાંબી દૂધી ઉગાડવામાં આવી છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @happygarden_happylife નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, 'એ સમય જ્યારે મેં મારા જીવનની સૌથી લાંબી દૂધી ઉગાડી!' આ વિડિયોમાં જોઈ શકાય છે કે ખેતરની આજુબાજુ શાકભાજી ઉગાડેલા છે. અને એક દૂધીને ઝાડના ટેકે બાંધેલી જોઈ શકાય છે. તેને ઉગાડનાર ખેડૂત કેમેરાને નીચેથી ઉપર તરફ લઈ જાય છે, જે જોયા પછી સ્પષ્ટ થાય છે કે આ દૂધીની લંબાઈ ઓછામાં ઓછી 5 કે 6 ફૂટ હશે. દૂધી તૂટે નહીં તે માટે ખેડૂતે તેને ટેકો આપ્યો હતો. આટલી મોટી દૂધી આ પહેલા ભાગ્યે જ કોઈએ જોઈ હશે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 38 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તે જ સમયે લાખો લોકોએ તેને શેર અને લાઇક કર્યો છે. આ વીડિયો પર હજારો કમેન્ટ્સ પણ આવી છે. વીડિયો પર કમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે મેં મારા જીવનમાં પહેલીવાર આટલી મોટી દૂધી જોઈ છે. એક ખેડૂતે કમેન્ટ કરી છે કે મને ખેતીનો 20 વર્ષનો અનુભવ છે, પરંતુ આજ સુધી મેં આટલી મોટી દૂધી ક્યારેય જોઈ નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech